Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

અમદાવાદના આઇટી દરોડાઓમાં એક હજાર કરોડ રૂપિયાના બિનહિસાબી વ્યવહારો ઝડપાયા ?

અમદાવાદમાં આવકવેરા ખાતાના દરોડામાં એક હજાર કરોડ રૂપિયાના બિનહિસાબી વ્યવહારો ઝડપાયાનું આવકવેરા ખાતાના વર્તુળોએ જણાવ્યું છે. શેર બજારમાં કાર્યરત કોર્પોરેટ બિઝનેસ ગૃહ જે રિયલ એસ્ટેટ અને મીડિયા બિઝનેસ સાથે સંકળાયેલ હોવાનું મનાય છે તેમને ત્યાં સર્ચ અને સીઝર ઓપરેશનમાં આ જંગી રકમના વ્યવહારો મળી આવ્યાનું પણ જાણવા મળે છે. આવકવેરા ખાતાએ ૮ સપ્ટેમ્બર બુધવારે અમદાવાદમાં ૧૪ જેટલી કંપનીઓ અને વ્યક્તિઓ ઉપર મોટાપાયે સર્ચ અને સીઝર ઓપરેશન હાથ ધર્યું હતું.

(8:50 pm IST)