Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

અમદાવાદ પોલીસનો ઐતિહાસિક નિર્ણય : ટ્રાફિક પોલીસ કોઇ પણ પ્રકારનો દંડ નહી વસુલે

વાહન ચાલકોને ટ્રાફિક પોલીસ દ્વારા વારંવાર પરેશાન કરવામાં આવતા હોવાની વ્યાપક ફરિયાદના પગલે ટ્રાફિક પોલીસ દ્વારા નિર્ણય

અમદાવાદ ટ્રાફીક પોલીસની અયોગ્ય કામગીરી અને ખોટી રીતે દંડ વસુલવાની પદ્ધતી સામે સવાલો ઉઠી રહ્યા હતા. જેથી ટ્રાફિક પોલીસ દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ટ્રાફિક પોલીસ ફરજ પર રહેશે પરંતુ કોઇ પણ પ્રકારનો દંડ નહી વસુલી શકે.

રાજયમાં પોલીસની કામગીર પર ઘણા એવા સવાલો ઉભા થતા હોય છે. જેના કારણે પોલીસીન કામગીરી સુધારવા માટે લોકોમાં માંગ પણ જોવા મળી રહી છે. ત્યારે હવેથી સરદાર પટેલ રિંગરોડ પર ટ્રાફીક પોલીસની દાદાગીરી અને દંડની વસુલાતના નામે વાહનચાલકોને પરેશાન કરવામાં આવતા હોવાની ફરિયાદો વારંવાર મળતી હતી. જેના પગલે હવે સરદાર પટેલ રિંગરોડ પર ટ્રાફિક પોલીસ દંડ નહી વસુલે. અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસ ફરજ પર રહેશે પરંતુ કોઇ પણ પ્રકારનો દંડ નહી વસુલી શકે. .

વાહન ચાલકોને ટ્રાફિક પોલીસ દ્વારા વારંવાર પરેશાન કરવામાં આવતા હોવાની વ્યાપક ફરિયાદના પગલે ટ્રાફિક પોલીસ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો. ટ્રાફિક પોલીસના કર્મચારીઓને રોટેશન પ્રમાણે ફરજ પર રાખવામાં આવશે. વાહન ચાલકોને આ નિર્ણયના કારણે ખાસ કરીને રિંગરોડ પરથી પસાર થતા ખટારા અને હેવી વાહનોના ચાલકોને મોટી રાહત થશે. આ સમગ્ર રોડ પર તહેનાત થનાર પોલીસને ન તો મેમો બુક આપવામાં આવશે ન તો તેમને કોઇ POS મશીન કે અન્ય કોઇ પણ પ્રકારની સત્તા આપવામાં આવશે.

(8:49 pm IST)