Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

તાપીના ઉકાઇ ડેમ અને મહેસાણાના ધરોઇ ડેમમાં પાણીની જબરી આવક : ડેમની જળસપાટીમાં વધારો

અમદાવાદ : રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેરથી જળાશયોમાં નવા નીરની આવક થઇ છે. ત્યારે મહારાષ્ટ્રમાં વરસાદને પગલે તાપીના ઉકાઇ ડેમમાં 1.33 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઇ અને ડેમની જળસપાટી 339.14 ફૂટે પહોંચી છે. તો સતત બે દિવસની મેઘ મહેર બાદ મહેસાણાના ધરોઇ ડેમમાં 9 હજાર ક્યુસેક પાણીની આવક થતા જળસપાટી 598.94 ફૂટે પહોંચી છે

(8:25 pm IST)