Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

ઠાસરા પોલીસે ખડગોધરા નજીક વોચ ગોઠવીને એક કારમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

ઠાસરા: પોલીસે ખડગોધરા ખાતે વોચ ગોઠવીને એક કારને ઝડપી પાડી ગુપ્ત ખાનામાં લઈ જવાતા વિદેશી દારૂની નાની-મોટી કુલ ૧૦૩ બોટલો સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડીને તેમની વિરૂદ્ઘ પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર અમદાવાદ-ઈન્દોર હાઈવે પર આવેલા ખડગોધરા પાસે ઠાસરા પોલીસે વોચ ગોઠવી હતી. દરમ્યાન એક કાર નં. જીજે-૧૧, એબી-૯૪૯૪ની આવી ચઢતા પોલીસે તેને શંકાને આધારે અટકાવીને તપાસ લેતા કારની નીચેના ભાગે બનાવેલું એક ગુપ્ત ખાનું મળી આવ્યુ હતુ. જેમાં તપાસ કરતાં વિદેશી દારૂની નાની મોટી થઈને કુલ ૧૦૩ બોટલો મળી આવી હતી. જેની કિંમત ૩૧૩૦૦ રૂપિયા જેટલી થવા જાય છે. પોલીસે પકડાયેલા ત્રણેય શખ્સોના નામઠામ પુછતાં તે વહિદ શેખ, વિજયભાઈ રામજીભાઈ તેમજ જયદીપભાઈ રામજીભાઈ (રહે. જૂનાગઢ)ના હોવાનું જણાવ્યું હતુ. પોલીસે રોકડ, ત્રણ મોબાઈલ, કાર સાથે કુલ રૂા. ૩૪૭૩૫૦નો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

(5:12 pm IST)