Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

અમદાવાદના વાડજમાં અજાણ્યા બે શખ્સો યુવકના હાથમાંથી પાંચ લાખ ભરેલ બેગ લઇ રફુચક્કર

અમદાવાદ: શહેરનાવાડજમાં રહેતા યુવકે મકાન લેવા મિત્ર પાસેથી લીધેલા પાંચ લાખ આપવા નવરંગપુરા આવ્યો હતો. દરમિયાન નાસ્તો કરીને તે કારમાં બેસવા જતો હતો ત્યારે બે શખ્સો તેના હાથમાંથી પાંચ લાખ રોકડા ભરેલી થેલી લૂંટીને ભાગી ગયા હતા. નવરંગપુરા પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

વાડજમાં અનસુયાપાર્કમાંં રહેતા રોમીલભાઈ એસ.મોદી(૨૮)ે ગ્રાફિક્સ ડિઝાઈનનું કામ કરે છે. રોમીલભાઈએ તેમના મિત્ર સંતોષ ગોસ્વામી પાસેથી ચારેક મહિના પહેલા મકાન લેવા માટે પાંચ લાખ રૃપિયા ઉછીના લીધા હતા. ૮ સપ્ટેમ્બરના રોજ સંતોષ ગોસ્વામી તેમના ઘરે પૈસા લેવા માટે આવ્યો હતો.  રોમીલે પાંચ લાખ રૃપિયા પ્લાસ્ટીકની થેલીમાં ભર્યા હતા અને સંતોષ અને તેની પત્ની સાથે કારમાં નવરંગપુરા પંજાબી હોલની ગલીમાં કાર પાર્ક કરીને સ્વસ્તિક ચાર રસ્તા પાસે નાસ્તો કરવા ગયા હતા.

તે સમયે રોમીલભાઈ પાસે પાંચ લાખ ભરેલી થેલી હતી. નાસ્તો કરીને તેઓ કારમાં બેસવા જતા હતા ત્યારે બાઈક પર બે શખ્સો તેમની પાસે આવ્યા હતા. બાદમાં તેઓ રોમીલભાઈના હાથમાંથી પાંચ લાખ ભરેલી થેલી આંચકીને ફરાર થઈ ગયા હતા. આ અંગે રોમીલભાઈએ ૨૦થી ૨૫ વર્ષના બે અજાણ્યા શખ્સો સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

(5:11 pm IST)