Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

વડોદરા:ફેશન ડિઝાઇનનો કોર્સ કરતી યુવતી સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર નરાધમને ઝડપવા પોલીસે ક્ડકકાર્યવાહી હાથ ધરી

વડોદરા: નર્મદા જિલ્લામાં રહેતી ૩૪ વર્ષની યુવતી વડોદરા ખાતે ફેશન ડિઝાઈનરનો કોર્સ કરવા માટે ટ્રાવેલ્સની બસમાં અપડાઉન કરતી હતી ત્યારે ક્વાંટમાં એપીએમસી માર્કેટ સામે રહેતા પ્રદિપ ઉર્ફે પપ્પુ રામસતુજ જયસ્વાલ સાથે  પરિચય થતા એકબીજાના નજીક આવ્યા હતા.  ત્યારબાદ પ્રદિપ ઉર્ફે પપ્પુએ  વડોદરા  ઉપરાંત ઉજ્જૈન, શિરડી, સહિત વિવિધ સ્થળોએ યુવતીને  ઘર તથા હોટલમાં લઇ જઇ અવારનવાર શારીરિક સંબંધ બાંધતા યુવતીને એક પુત્રનો જન્મ પણ થયો હતો. આ સંબંધની જાણ  પ્રદિપની પત્ની મમતાને થતા તેણે યુવતીને ઘેર બોલાવી ધમકી આપી  હતી. આ ઉપરાંત ક્વાંટમાં રામનગર સોસાયટીમાં રહેતા મનોજ જોષી નામની વ્યક્તિએ પણ ધમકી આપી હતી. આ અંગે યુવતીએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા કેસની તપાસ એસ.સી.એસ.ટી.સેલને સુપરત કરવામાં આવી હતી.આ ગુનામાં સામેલ આરોપીઓ હજી પકડાયા નથી.

(5:10 pm IST)