Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

સુરતમાં આજથી દોઢેક વર્ષ પહેલા દહેજના મામલે ત્રાસ આપી પુત્રવધુ પર ત્રાસ ગુજારનાર સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

 સુરત:શહેરમાં આજથી દોઢેક વર્ષ પહેલાં યુવાન પુત્રવધુને દહેજના મામલે ત્રાસ આપી આત્મઘાતી પગલું ભરવા મજબુર કરનાર પતિ-સાસરીયા પૈકી આરોપી સસરાએ ચોકબજાર પોલીસ ધરપકડ કરે તેવી દહેશતથી આગોતરા જામીનની માંગ કરતા એડીશ્નલ સેશન્સ કોર્ટે આરોપી સામે ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસનો નિર્દેશ આપી નકારી કાઢી હતી.

મૂળ ઉત્તરપ્રદેશના જોનપુર જિલ્લાના વતની આરોપી જયકુમાર સ્વામીનાથ પટેલ (રે.રીવરપાર્ક સોસાયટી,સિંગણપોર કોઝ વે)ના લગ્ન 23 વર્ષીય સરીતાબેન સાથે થયા હતા. લગ્નજીવનના ટુંકાગાળામાં પતિ-સાસરીયા દ્વારા પરિણીતાને પિયરમાંથી એક લાખ રૃપિયા લાવવાનું દબાણ કરીને ત્રાસ આપતાં હતા. જેથી કંટાળીને સરીતાબેને તા.13-8-2021ના રોજ આત્મઘાતી પગલું ભરીને જીવતર ટુંકાવ્યું હતુ. મૃત્તક પુત્રીના ફરિયાદી પિતા સુનીલકુમાર રાજેન્દ્રપ્રસાદ પટેલ (રે.આઝાદ નગર ભટાર)એ આરોપી જમાઈ જયકુમારસસરા સ્વામીનાથ રામલખનસાસુ ચંદ્રવતીબેન તથા નણંદ પૂજાબેન પટેલ વિરુધ્ધ દહેજ સંબંધી ત્રાસ આપી આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવાના ગુનાની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં ચોકબજાર પોલીસની ધરપકડથી બચવા મૃત્તકના આરોપી સસરા સ્વામીનાથ રામલખન પટેલે આગોતરા જામીન માટે માંગ કરી હતી. જેના વિરોધમાં સરકાર પક્ષે એપીપી કિશોર રેવાલીયાએ તપાસ અધિકારીની એફીડેવિટ રજુ કરી જણાવ્યું કેઆરોપી વિરુધ્ધ ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસ છે. આરોપી પરપ્રાંતીય હોઈ જામીન આપવાથી ટ્રાયલમાં હાજર ન રહે તથા સાક્ષી પુરાવા સાથે ચેડા કરે તેમ છે. જેને કોર્ટે માન્ય રાખી આરોપી સસરાના આગોતરા જામીનની માંગને નકારી કાઢી હતી.

(5:07 pm IST)