Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી : ચાર દિવસ અધિકારીઓને પૂરતા સ્ટાફ સાથે હેડ કવાર્ટર પર રહેવા સૂચના

છે. પ્રાંત અધિકારી, મામલતદાર, TDO, લાયઝન અધિકારી સહિતના અધિકારીઓને હેડ કવાર્ટર ન છોડવા આદેશ

બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગે પણ ભારે વરસાદની આગાહી કરી છે. તારીખ 9 સપ્ટેમ્બરથી 12 સપ્ટેમ્બર સુધી બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પ્રાંત અધિકારી, મામલતદાર, TDO, લાયઝન અધિકારી સહિતના અધિકારીઓને હેડ કવાર્ટર ન છોડવા આદેશ કરાયો છે. પૂરતા સ્ટાફ સાથે હેડ કવાર્ટર પર રહેવા પણ સૂચના આપવામાં આવી છે. આગામી 4 દિવસ માટે અધિકારીઓને હેડ કવાર્ટર પર રહેવા અધિક નાયબ કલેક્ટરે સૂચના આપી છે.

(12:43 pm IST)