Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

બનાસકાંઠાના ડીસા, પાલનપુર, દાંતા, અમીરગઢ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ : અનેક જગ્યાએ પાણી ભરાયા

પાલનપુરમાં ચાર કલાકમાં અનરાધાર ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો

પાલનપુર :  ભારતીય મોસમ વિભાગની આગાહી પગલે છેલ્લા બે દિવસથી બનાસકાંઠા જિલ્લામાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને ડીસા, પાલનપુર, દાંતા, અમીરગઢ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના પગલે અનેક જગ્યાએ પાણી ભરાયા હોવાની ઘટનાઓ સામે આવી છે. પાલનપુર શહેરમાં પણ આજે સવારે ચાર કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થઇ ગયા હતા.

(12:04 pm IST)