Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

વહેલી સવારે પાલનપુરમાં ચાર કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો :નીચાળવાળા વિસ્તારોમાં અનેક ઘરોમાં પાણી ઘુસ્યા

બ્રિજેશ્વર કોલોની, આબુ હાઇવે, ગઠામણ વિસ્તાર, ગણેશપુરા, આંબાવાડી અને મફતપુરા જેવા નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં બે-બે ફૂટ સુધી પાણી : ઘરવખરીને નુકશાન

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા અવિરત વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. પાલનપુરમાં આજે વહેલી સવારથી ચાર કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં અનેક ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

બ્રિજેશ્વર કોલોની, આબુ હાઇવે, ગઠામણ વિસ્તાર, ગણેશપુરા, આંબાવાડી અને મફતપુરા જેવા નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં બે-બે ફૂટ સુધી પાણી ગયું હતું. જેના કારણે લોકોની ઘરવખરીને પણ ભારે નુકસાન થયું છે. આ વિસ્તાર નીચણાવાળો હોવાના કારણે સામાન્ય વરસાદમાં પણ અહીં પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે. દર વર્ષે પાલિકા દ્વારા પ્રિમોન્સૂન પ્લાનિંગની કામગીરી કરવામાં આવતી હોવા છતાં પણ આ વિસ્તારોમાં વર્ષોથી વરસાદી પાણી ભરાઇ જતા લોકોએ પાલિકા સામે રોષ ઠાલવ્યો હતો.

(11:50 am IST)