Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

ગુજરાતમાં 14 ડેમો હાઇએલર્ટ પર અને 7 ડેમો એલર્ટ પર : 49 ડેમોમાં 10 ટકાથી ઓછું પાણી

ડેમોમાં કુલ મળીને 56.55 ટકા પાણી: ઉત્તર ગુજરાતમાં 15 ડેમો પૈકી એકેય ડેમ ભરાયો નથી

અમદાવાદ :  ચોમાસુ ફરી સક્રિય થવાથી ગુજરાતમાં ડેમોમાં નવા નીર આવ્યા છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસતાં 14 ડેમો હાઇએલર્ટ પર મૂકાયાં છે. 7 ડેમો એલર્ટ પર છે. 49 ડેમો એવા છે જેમાં 10 ટકાથી ઓછુ પાણી ઉપલબ્ધ છે. ગુજરાતમાં અત્યારે 207 ડેમોમાં પૈકી 10 ડેમો સંપૂર્ણપણે ભરાયા છે. જોકે, હજુ ઉત્તર ગુજરાતમાં 15 ડેમો પૈકી એકેય ડેમ ભરાયો નથી. કચ્છના ડેમોમાં ય આ જ સ્થિતિ છે.આ વિસ્તારના ડેમોમાં હાલ 23.61 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. હાલ ગુજરાતના ડેમોમાં કુલ મળીને 56.55 ટકા પાણી છે. ઉપરવાસમાં ભારે વરસાદ થતા નર્મદા ડેમમાં છેલ્લાં 24 કલાકમાં 63 સેમીનો વધારો નોધાયો છે. અત્યારે નર્મદા ડેમની જળસપાટી 119.02 મિટર સુધી પહોચી છે.

(11:33 am IST)