Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

દેશ અને ગુજરાતના ખેડૂતો સાથે ભાજપ સરકાર રમત રમી : પરેશ ધાનાણીના પ્રહારો

ટેકાના ભાવની મોટાપાયે જાહેરાતો હકીકતમાં એમએસપી ખતમ કરવાનું ષડયંત્ર : ખેતીમાં ખર્ચ હેકટર દીઠ ૨૫ હજાર કરતા વધુ થઇ ગયો : વિધાનસભા વિરોધ પક્ષના નેતા

રાજકોટ,તા. ૧૦ : કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ ખેતપેદાશોના લઘુત્ત્।મ ટેકાના ભાવ જાહેર કરવાની મોટી મોટી જાહેરાતોની પોલ ખોલતા વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશભાઇ ધાનાણીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર – ભાજપ સરકારની ખેડૂત – ખેતી અને ગ્રામ્ય વિરોધી નીતિના કારણે સતત ખેડૂત અને ખેતી બરબાદ થઈ રહ્યા છે. ભાજપ સરકારની દરેક યોજના ખેડૂતના હિતના નામે અબજોપતિ – અમીર – ઉદ્યોગગૃહોના ફાયદા માટે જ હોય છે. પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના હકીકતમાં ઙ્કખેડૂત ફસા જાઙ્ખયોજના બની ગઈ અને ખાનગી વિમા કંપનીઓએ ૨ લાખ કરોડ રૂપિયા દેશના ખેડૂતો પાસેથી લૂંટી લીધા હતા. કેન્દ્ર સરકાર દ્વારા લદ્યુત્ત્।મ ટેકાના ભાવની જાહેરાત બીજી બાજુ પ્રતિ હેકટર ખેતીનો ખર્ચ ૨૫૦૦૦ રૂપિયા કરતા વધુ થઈ ગયો છે.
તેમણે વધુમાં જણાવ્યું છે કે, 'ખેડૂતોની આવક બમણી કરવાના'વચન સાથે સત્ત્।ા મેળવનાર મોદી સરકારની ખેડૂત – ખેતી વિરોધી નિતિના કારણે ખેડૂતની આવક અડધી થઈ ગઈ છે અને ખેતીનો ખર્ચ બમણો થઈ ગયો છે. આ દેશના અન્નદાતા સાથે શું આ સૌથી મોટી છેતરપીંડી નથી ? ડીઝલ, જંતુનાશક દવા, બિયારણ, ખેડૂત ઓજાર, ટ્રેકટર પાર્ટસ સહિતમાં સતત ભાવવધારો અને ૧૨ ટકાથી ૧૮ ટકા જીએસટી વસૂલાય રહ્યો છે. કેન્દ્ર સરકાર લોકસભામાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૦-૨૧માં ૨,૧૦,૦૭,૫૬૩ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે વિવિધ ખેતપેદાશો ખરીદાઈ, સેસન્સ પ્રમાણે દેશમાં ૧૪,૬૫,૦૦,૦૦૦ ખેડૂતો છે. કેટલા ખેડૂતોને ફાયદો ?
વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્રની તત્કાલિન કોંગ્રેસ નેતૃત્વ સરકારે વર્ષ ૨૦૦૬-૦૭ થી ૨૦૧૩-૧૪માં વચ્ચે ટેકાના ભાવોમાં ૨૦૫ ટકાનો વધારો કર્યો છે. જયારે મોદી સરકારે અનાજમાં ૪૪ ટકા અને દ્યઉંમાં માત્ર ૪૩ ટકા વધારો કર્યો છે.
તેમણે વધુમાં દેશના અને ગુજરાતના ખેડૂતો સતત દેવાદાર થતા જાય છે. ગુજરાતના ખેડૂતો પર ૯૦,૦૦૦ કરોડ કરતા વધુ દેવું છે ત્યારે ખેડૂતોને તેમની મહેનતની કિંમત જોઈએ છે. ભીખ નહિ, ત્યારે દેશ અને ગુજરાતના ખેડૂતો -ખેતી બચાવવા માટે કૃષિના ત્રણ કાળા કાયદા પાછા ખેંચવા અને ખાતર, બિયારણ, જંતુનાશક દવા, ખેતીના ઓજારો સહિતની વસ્તુઓ પર જીએસટી નાબુદ કરીને ન્યાય આપવા માંગ કરી છે.તેમ પ્રવકતા ડો.મનીષભાઇ એમ. દોશીએ જણાવ્યું છે.

ભાજપ શાસન
૪૮ ટકા
૪૩.૯૨ ટકા
૬૮ ટકા
૪૬ ટકા
૪૨ ટકા
૮૬ ટકા

કોંગ્રેસ શાસન
ડાંગર    ૧૨૬ ટકા
ઘઉં    ૮૭ ટકા
તુવેર    ૧૧૫ ટકા
ચણા    ૨૦૫ ટકા
મકાઇ    ૧૪૩ ટકા
મસુર    ૯૦ ટકા

 

(11:19 am IST)