Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

પૂજારી ચોધાર આંસુએ રડતા રહ્યા : સુરત મનપાએ વર્ષો જુના રામદેવપીર મંદિરને જમીનદોસ્ત કરી દીધું

સ્થાનિક લોકોનો જમાવડો થઈ ગયો હતો. અને મંદિર તોડવાનો ભારે વિરોધ વચ્ચે બુલડોઝર ફેરવી દીધું

સુરતમાં મંદિર તોડવાનો મામલો તૂલ પકડી રહ્યો છે. લોકો સતત વિરોધ કરી રહ્યા છે. મામલો એ છે કે સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં વિકાસની રાહમાં રોડું બની રહેલું વર્ષો જુના રામદેવપીર મંદિરને ભારતીય જનતા પાર્ટી શાસિત સુરત મહાનગરપાલિકાના આધિકારીઓએ જમીન દોસ્ત કરી દીધું છે

સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ આ વિસ્તારના વર્ષો જુના મંદિરને તોડી પાડવા પહોંચ્યા હતા, મામલાની જાણ થતા જ સ્થાનિક લોકોનો જમાવડો થઈ ગયો હતો. અને મંદિર તોડવાનો વિરોધ પણ થઈ રહ્યો હતો. ત્યાં હાજર પોલીસ કર્મીઓએ પણ લોકોને શાંત રહેવા માટે અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે બહોળી સંખ્યામાં પોલીસદળ પણ હાજર હતું.

જેવો વિરોધનો વંટોળ વધ્યો તો તુંરતજ પોલીસ એક્શનમાં આવી ગઈને વિરોધ કરનારની ટીંગા ટોળી કરીને પોલીસ વાનમાં બેસાડ્યા હતા. વાલ્મિકી સમાજના આરાધ્યા બાબા રામદેવપીરનું વર્ષો જુના મંદિરને ભારે વિરોધ વચ્ચે બુલડોઝર ફેરવી દીધું હતું. પેઢીઓથી આ મંદિરમાં પૂજા પાઠ કરનારા પુજારી મધુભાઈ માવજી ભાઈ ચોંધાર આંસુએ રડ્યા હતા, અને અધિકારીઓને ઘણા સમજાવ્યા હતા પરંતુ તેમની કોઈએ એક પણ સાંભળી નહી.

પરંતુ આ આંસુઓનું મનપા અને પોલીસ અધિકારીઓ પર કોઈ અસર થઈ નહોતી, અને મંદિરને જમીનદોસ્ત કરી દીધું હતું. મંદીર તોડવાની કાર્યવાહીને લઈને હિંદુ સંગઠન અને સોશીયલ મીડિયા પર લોકોને ઉગ્ર રોષ દેખાઈ રહ્યો છે.લોકો સવાલ કરી રહ્યા છે કે આ મંદિર જો અન્ય કોઈ સરકારમાં તૂટ્યું હોત તો ભાજપ દેશભરમાં આંદોલન શરૂ કરી દેત, પરંતુ મંદિર ખુદ ભાજપાના શાસિત રાજ્યમાં તૂટ્યું છએ તો ભાજપ ઉફ પણ નહી કરે.

(12:45 am IST)