Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

ગીરીમથક સાપુતારામાં સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ-૬ અને ધોરણ-૭ વિધાર્થી કોરોના પોઝિટિવ

વન પ્રદેશ ડાંગ જિલ્લામાં 52 દીવસ બાદ કોરોનાનાં કેસો નોંધાતા ફફડાટ

ગીરીમથક સાપુતારા ખાતે આવેલ એક સ્કૂલ માં અભ્યાસ કરતા ધોરણ-૬ અને ધોરણ-૭ વિધાર્થીનો કોરોના પોઝિટિવ આવતા વન પ્રદેશ ડાંગ જિલ્લામાં 52 દીવસ બાદ કોરોનાનાં કેસો નોંધાતા સાપુતારા લોકો હોટલ સંચાલકો તેમજ શિક્ષણ આલમમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે

ડાંગ જિલ્લાના વધઈ તાલુકાના ગોદલીયા ગામે રહેતો એક ૧૧ વર્ષ નો કિશોર અને કાલીબેલ ગામે રહેતા એક ૧૨ વર્ષ નો કિશોર જે બન્ને ગીરીમથક સાપુતારા ખાતે આવેલ સંદીપની વિધાલયમાં શાળા ચાલુ થતાં અભ્યાસ માટે ગયા હતા અને રાબેતા મુજબ અભ્યાસ શરૂ થઈ ગયો હતો અચાનક આજ રોજ આ આવેલા આ વિધાથી માં ૧૧ વર્ષનો કિશોર ધોરણ-૬ માં અને ૧૨ વર્ષ નો કિશોર ધોરણ-૭ માં અભ્યાસ કરે છે જેઓને બન્ને નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા ગિરીમથક સાપુતારા માં ખળભળાટ મચી જવા પામ્યો હતો અને જિલ્લા તાત્કાલિક વહિવટી તંત્ર દ્વારા શાળા માં બીજા કોઈ વિધાથી ઓને કરોના ની વઘુ અસર ન માટે અસરદાર પગલાં ભરી આગળ ની કામગીરી હાથ ધરવામાં આવી હતી જોકે આ આવેલા કરોના પગલે ગિરીમથક સાપુતારા ની આમ જનતા સહિત શિક્ષણ આલમ માં ગભરાટ ફેલાઈ જવા પામ્યો હતો

ડાંગ જિલ્લામાં પર દીવસ બાદ કોરોના નાં આ બે કેસ પોઝિટિવ આવતા ડાંગ જિલ્લાનો આંકડો ૬૯૩ પર પહોંચ્યો હતો. ડાંગ જિલ્લામાં ધણાં લાંબા સમય બાદ બે કોરોના પોઝિટિવ આવતા ડાંગ વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ પણ દોડતા થઈ ગયા હતા

(12:18 am IST)