Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

સીએ ફાઉન્ડેશનમાં અમદાવાદ કેન્દ્રનું પરીણામ ૨૯.૮૩ ટકા

અમદાવાદના ૨૭ છાત્રોએ પરીક્ષા આપી હતી : દેશનું પરિણામ ૨૫.૨૮ ટકા, ભારતમાં ૯૩૭૨૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૨૩૬૯૩ વિદ્યાર્થીઓ પાસ થયા

અમદાવાદ, તા.૧૦ : ધી ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ) દ્વારા જૂન, ૨૦૨૨માં લેવાયેલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ) ફાઉન્ડેશનની પરીક્ષાના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા હતાં.

આઈસીએઆઈની અમદાવાદ બ્રાન્ચનાં ચેરપર્સન સીએ બિશન શાહે સીએ ફાઉન્ડેશન પરીક્ષાનાં પરિણામોમાં અમદાવાદ કેન્દ્ર અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, જૂન ૨૦૨૨માં યોજાયેલી ફાઉન્ડેશન પરીક્ષામાં અમદાવાદમાંથી કુલ ૨૩૬૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૭૦૪ વિદ્યાર્થીઓ પાસ થયા છે, જે ૨૯.૮૩ની ટકાવારી સુચવે છે. ધી ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયાની અમદાવાદ બ્રાન્ચમાંથી કોચિંગ મેળવેલા કુલ ૨૭ વિદ્યાર્થિઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ૮ વિદ્યાર્થિઓ પાસ થયા છે. જે ૨૯.૬૨ ટકાવારી સુચવે છે. સમગ્ર ભારતમાં ૯૩૭૨૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૨૩૬૯૩ વિદ્યાર્થીઓ પાસ થયા છે, જે ૨૫.૨૮ની ટકાવારી સુચવે છે. ધી ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયાની અમદાવાદ બ્રાન્ચે સ્વામિનારાયણ વિદ્યામંદિર રાયસણ કન્યા શાળા સાથે ઓગસ્ટ ૨૦૨૧માં એમઓયુ કર્યા હતાં. જે મુજબ અમદાવાદ બ્રાન્ચ દ્વારા કન્યા શાળાની કુલ ૧૨ વિદ્યાર્થિનીઓને વર્ચ્યુલ કોચિંગ આપવામાં આવ્યું હતું. આ કન્યા શાળાની કુલ ૪ વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ૧ વિદ્યાર્થિની પાસ થઈ છે.

ડિસેમ્બર ૨૦૨૧માં યોજાયેલી ફાઉન્ડેશન પરીક્ષામાં અમદાવાદમાંથી કુલ ૩૧૫૨ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૧૦૫૯ વિદ્યાર્થીઓ પાસ થયા હતાં, જે ૩૩.૬૦ની ટકાવારી સુચવે છે. સમગ્ર ભારતમાં ૧,૧૦,૬૬૨ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૩૩૫૧૦ વિદ્યાર્થીઓ પાસ થયા હતાં, જે ૩૦.૨૮ની ટકાવારી સુચવે છે. જુલાઈ ૨૦૨૧માં યોજાયેલી ફાઉન્ડેશન પરીક્ષામાં અમદાવાદમાંથી કુલ ૧૫૨૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૩૫૦ વિદ્યાર્થીઓ પાસ થયા હતાં, જે ૨૩.૦૩ની ટકાવારી સુચવે છે. સમગ્ર ભારતમાં ૭૧૯૬૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૧૯,૧૫૮ વિદ્યાર્થીઓ પાસ થયા હતાં, જે ૨૬.૬૨ની ટકાવારી સુચવે છે.

 

 

(7:45 pm IST)