Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

વિરમગામ શાંતિજીન કલા ભક્તિ મંડળની નવમી સાલગીરા નિમિત્તે શક્રસ્તવ અભિષેક સહિત ધાર્મિક કાર્યક્રમ યોજાશે

શક્રસ્તવ અભિષેકમાં પંચામૃત, શુદ્ધ નદીઓના જળ પુષ્પવૃષ્ટિ અને સુગંધી દ્રવ્યો સાથે આદિનાથ ભગવાન ઉપર અભિષેક ધારા કરવામાં આવશે

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિરમગામ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના આંગણે કચ્છ દેશોદ્વારક આચાર્ય કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજના શિષ્ય રત્ન વર્ધમાન તપોનિધિ  પરમ પૂજ્ય આચાર્ય અમિતયશ સૂરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી વિરમગામ શહેરમાં શાંતિજીન કલા ભક્તિ મંડળની 8 વર્ષ પહેલાં સ્થાપના કરવામાં આવી હતી. આ  મંડળ ની  નવમી સાલગીરા નિમિત્તે આચાર્ય હરિકાંત સૂરીશ્વરજી મહારાજ, હ્રીંકાંત વિજયજી, મુનિ શ્રી કાસ્યપરત્ન વિજયજી મહારાજની  શુભ નિશ્રામાં વિરમગામ શહેરમાં આવેલ અતિ પ્રાચીન જીનાલયમાં બિરાજમાન આદેશ્વર  ભગવાન ઉપર વર્ધમાન શક્રસ્તવ અભિષેક ધારા તારીખ 12/08 /2022 ને શુક્રવારના રોજ સવારના 07:00 કલાકે રાખવામાં આવેલ છે. શક્રસ્તવ  અભિષેકમાં પંચામૃત, શુદ્ધ નદીઓના જળ પુષ્પવૃષ્ટિ અને સુગંધી દ્રવ્યો સાથે આદિનાથ ભગવાન ઉપર અભિષેક ધારા કરવામાં આવશે. ત્યારબાદ સાંજે  મહાપુજા સંધ્યાભક્તિ ,કુમારપાળ મહારાજા ની આરતી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા આઠ વર્ષથી શાંતિજીનકલા  ભક્તિ મંડળના યુવાનો દ્વારા દરરોજ નિયમિત જિનાલયમાં સંધ્યાભક્તિ  કરવામાં આવે છે. તેમજ શાંતિજીન કલા ભક્તિ મંડળના નાના નાના બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. છેલ્લા આઠ વર્ષથી તેઓ નિયમિત પાઠશાળામાં  ભણી રહ્યા  છે અને છેલ્લા ઘણા વર્ષો થી આ યુવાનો  બહારગામ પર્યુષણ પર્વ ની આરાધના  કરાવી રહ્યા છે   આ શક્રસ્તવ અભિષેકમાં વિરમગામ શહેરના જૈન સમાજના શ્રાવક શ્રાવિકાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.  શાંતિજીનકલા ભક્તિ મંડળના આ કાર્યક્રમને સફળ બનાવવા તન મન અને ધનથી  દરેક સભ્યો  અથાગ પ્રયત્ન કરી રહ્યા છે. આ શક્રસ્તવ અભિષેક નો લાભ શ્રી શાંતિજીનકલા ભક્તિ મંડળે લીધેલ છે

(6:33 pm IST)