Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

ખેડા જિલ્લામાં ઠેર ઠેર ધમધમતા શ્રાવણીયા જુગાર પર દરોડા પાડી પોલીસે 24 જુગારીઓને 77 હજારની રોકડ સાથે ઝડપી પાડયા

નડિયાદ : ખેડા જિલ્લાના ઉત્તરસંડા, વડતાલ તથા નડિયાદમાં પત્તા પાનાનો જુગાર રમતા ૨૪ જુગારીયાઓને પોલીસે ઝડપી પાડયા હતા. જ્યારે કણજરીમાં આંક ફરક નો જુગાર રમતા એક શખ્સને પોલીસે દબોચી લીધો હતો. પોલીસે સ્થળ પરથી દાવ પર મુકેલી રકમ, અંગજડતીની રકમ તથા મોબાઇલ ફોન સહિત કુલ રૂ.૭૭,૩૮૦ નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ભાથીજી મંદિર પાસે ચકલાસી પોલીસે દરોડો પાડી પત્તા પાનાનો જુગાર રમતા છ જુગારીયાઓને પોલીસે ઝડપી પાડયા હતા. પોલીસે સ્થળ પરથી દાવ પર ની રકમ રૂ. ૩,૨૦૦ અંગ જડતી ની રકમ રૂ. ૧૨,૯૭૦ મળી કુલ રૂ.૧૬,૧૭૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

જ્યારે નડિયાદ તાલુકાના કણજરી ચૌહાણ મહોલ્લામાં આંક ફરક નો જુગાર રમતા સેજલ જાદવને પોલીસે રૂ.૧૦,૧૩૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો. જ્યારે એક શખ્સ મળી આવ્યો ન હતો. નડિયાદ તાલુકાના વડતાલ રેલવે ટ્રેક નજીક પોલીસે દરોડો પાડી પત્તા પાનાનો જુગાર રમતા નવ જુગારીયાઓને ઝડપી પાડયા હતા. પોલીસે સ્થળ પરથી દાવ પરની રકમ રૂ. ૪,૪૦૦ અંગ જડતીની રકમ રૂ.૧૯,૮૧૦ એક મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૨૪,૭૧૦ નો મુદ્દા માલ કબજે કર્યો હતો. પોલીસે નવ જુગારીઓની અટકાયત કરી હતી. જ્યારે જુગાર રમાડનાર જગદીશ પરમાર મળી આવ્યો ન હતો.

(4:57 pm IST)