Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

દેડિયાપાડા તાલુકાનાં ભરાડા ગામે પ્રથમ વાર ભવ્ય આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી

વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી હવે આદિવાસી વિસ્તારના ગામડાઓમાં હોળી- દિવાળીની જેમ થાય છે ત્યારે ભરાડા ગામે પહેલીવાર ઉજવણી કરાઇ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : યુનો દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી હવે આદિવાસી વિસ્તારના ગામડાઓમાં હોળી- દિવાળીની જેમ ઉજવણી થાય છે ત્યારે આજરોજ ભરાડા ખાતે પહેલીવાર સમાજના શુભચિંતકો દ્વારા ગામના વડીલો નાના બાળકો મહિલાઓ જે તાલુકા મથકે પહોંચી નહીં શકતા એમને પણ ભરાડા ગ્રુપ ગ્રામ પંચાયતના પ્રયાસ તેમજ ભરાડા પ્રાથમિક શાળાના શિક્ષકો સાથે મળી નજીકનાં ગામડાંના સરપંચો સાથે સતત બેઠક કરી દરેક  ગામ દીઠ સમિતિ ની રચના કરી આ વર્ષે આદિવાસી દિવસ ની ઉજવણી ગ્રામ્ય લેવલે સફળ બનાવી હતી. સમગ્ર કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ઢોલ નગારા તુર જેવા આદિવાસી વિસ્તારના લોકો ના જીવન જરૂરિયાતના વાજિંત્રો સાથે મોટી સંખ્યામાં જનમેદની ઊમટી હતી

આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન ભરાડા.ચિકદા.ગોપલીયા ગામના યુવાનો દ્વારા કરી કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી વિક્રમ કાર્યક્રમ સ્થળની ફરતે અનેક એવા સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા હતા જેમાં આદિવાસી ઓ નો મુખ્ય ખોરાક એવા વાંકણા માંડા નો સ્વાદ લોકો માંણી શકે તે માટે ઉભા કરવામાં આવ્યા હતા.સમગ્ર કાર્યક્રમમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે બીટ જમાદાર ઈનેશભાઈ વસાવા સહિત સ્ટાફ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

 

(11:36 pm IST)