Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

CBSE :ધોરણ 10 અને 12માની પ્રાઇવેટ અને રેગ્યુલર પરીક્ષાનું શેડ્યુલ જાહેર: 25 ઓગસ્ટથી પરીક્ષા થશે શરૂ

વિદ્યાર્થીઓનું ટેબ્યુલેશન પોલિસી હેઠળ પરિણામ તૈયાર કરી શક્યું નથી તેઓ પણ પરીક્ષા આપી શકે

અમદાવાદ : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનએ ધોરણ 10, 12ના પ્રાઇવેટ અને રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે કમ્પાર્ટમેન્ટ પરીક્ષા 2021નું શેડ્યૂલ જાહેર કર્યું છે. CBSE 10, 12ની પરીક્ષા 25 ઓગસ્ટથી શરૂ થશે. CBSE બોર્ડે પ્રાઇવેટ અને રેગ્યુલર બંને વિદ્યાર્થીઓ માટે કેટલીક શરતો પણ જારી કરી છે ઓગસ્ટ-સપ્ટેમ્બર 2021માં લેવાનારી કમ્પાર્ટમેન્ટ/ઇમ્પ્રૂવમેન્ટ પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓ એલિજિબલ છે.

જે વિદ્યાર્થીઓ CBSEની આંતરિક મૂલ્યાંકન નીતિ દ્વારા જાહેર કરાયેલ પરિણામ પાસ કરી ચૂક્યા છે અને તેમના પરિણામથી ખુશ નથી તેઓ આ પરીક્ષા આપી શકે છે.

ધોરણ 10, 12ના આંતરિક મૂલ્યાંકનમાં જે વિદ્યાર્થીઓને પાસ થવા માટે લઘુતમ ગુણ મળ્યા નથી, એટલે કે તેમના રિઝલ્ટમાં એક કે બે વિષયોમાં કમ્પાર્ટમેન્ટ છે, તેઓ આ પરીક્ષામાં ભાગ લઈ શકે છે.

જે વિદ્યાર્થીઓનું ટેબ્યુલેશન પોલિસી હેઠળ પરિણામ તૈયાર કરી શક્યું નથી તેઓ પણ પરીક્ષા આપી શકે છે.

જે વિદ્યાર્થીઓ 2021ની પરીક્ષામાં તમામ 6 વિષયોમાં ઉપસ્થિત થયા હતા અને પરિણામ પાસ થઈ ગયું છે પરંતુ મુખ્ય પાંચ વિષયોમાંથી કોઈ એકમાં પાસ નથી થયા તેઓ પણ ઇમ્પ્રૂવમેન્ટ પરીક્ષામાં ભાગ લઈ શકે છે.

CBSEની નોટિસ અનુસાર 12માંના 19 અને 10માના 10 મુખ્ય વિષયો માટે જ પરીક્ષાઓ હશે. વધુ વિગતો માટે વિદ્યાર્થીઓ CBSEની વેબસાઇટ www.cbse.nic.inને વિઝિટ કરી શકે છે.

(12:06 am IST)