Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

દેડીયાપાડામાં આદિવાસી દીનના કાર્યક્રમ બાબતે થયેલી પોલીસ ફરીયાદ પરત ખેંચવાની માંગ કરતું BTP એ આવેદનપત્ર આપ્યું

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : દેડિયાપાડા ખાતે ભારતીય ટાયબલ પાર્ટીના કાર્યકરો દ્વારા ૯ મી ઓગસ્ટ આદિવાસી દિવસ ઉજવણી બાબતે ધારાસભ્ય સહિત બીટીપીના ૧૬ આગેવાનો પર ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે પરત ખેંચવા દેડિયાપાડા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
દેડિયાપાડા ખાતે મામલતદાર કચેરી ખાતે બીટીપી કાયૅકરો દ્વારા તા. ૯ ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસના રોજ ભારતીય ટાયબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દેડિયાપાડાના ધારાસભ્ય મહેશભાઈ વસાવા સહિત ૧૬ આગેવાનો બીટીપી કાયૅકરો ઉપર દેડિયાપાડા પોલીસે ગુનો દાખલ કર્યો હતો જેના વિરોધ ના ભાગરૂપે બિટીપી એ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે.
આવેદન વેળા બીટીપી કાયૅકરો એ સૂત્રોચ્ચારો કરી કેસ પરત ખેંચવાની માંગ કરી હતી. બીટીટીપી ગુજરાત પ્રદેશ પ્રમુખ ચૈતર વસાવા, નમૅદા જિલ્લા બીટીપી પ્રમુખ બાહદૂરસિહ  વસાવા, નમૅદા જિલ્લા બીટીટી પ્રમુખ મહેશભાઈ વસાવા,સલાહકાર કે.મોહન આયૅ સહિત બીટીપીના કાયૅકરો દ્વારા કેસ પરત ખેંચવાની માંગ સાથે દેડિયાપાડાના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે દેડિયાપાડા ખાતે ૯ મી ઓગસ્ટ એ ભારતીય ટાયબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દેડિયાપાડાના ધારાસભ્ય મહેશભાઈ વસાવાની આગેવાનીમાં બીટીપી કાયૅકરો દ્વારા " વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દેડિયાપાડામાં આ કાર્યક્રમ ની પરવાનગી લીધી હતી. તેમ છતાં રાજકીય કિન્નાખોરી રાખીને બીટીપી રાષ્ટ્રીય અધ્યક્ષ અને દેડિયાપાડાના ધારાસભ્ય મહેશભાઈ વસાવા સહિત ૧૬ આગેવાનો પર ૯ ઓગસ્ટના રોજ ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.જે સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે.   દેડિયાપાડા અને સાગબારા તાલુકામાં  ૯૯% આદિવાસી સમાજ વસવાટ કરે છે.આ તેહવારનુ મહત્વ છે. સાંસ્કૃતિક પરંપરા મુજબ ઉજવણી કરવા સ્વયંભૂ આદિવાસી જોડાયા હતાં. ધારાસભ્ય મહેશભાઈ વસાવા સહિત ૧૬ બીટીપી આગેવાનો વિરુદ્ધ દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સમગ્ર આદિવાસી સમાજ આ બાબતની નિંદા કરે છે.માટે જો ફરિયાદ પાછી નહીં ખેંચવામાં આવે તો આવનારા સમય માં જેલ ભરો આંદોલન કરવામાં આવશે, આદિવાસી વિસ્તારમાં સરકારના જાહેર કાર્યક્રમોનો વિરોધ કરવામાં આવશે.જેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે.

(10:16 pm IST)