Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 10 જિલ્લાના 16 તાલુકામાં વરસાદ : વેરાવળમાં અડધો ઇંચ

દક્ષિણ ગુજરાતમાં હળવાથી મઘ્યમ વરસાદની સંભાવના: વેધર વોચ ગ્રુપનો વેબિનાર યોજાયો

અમદાવાદ : રાહત કમિશનર અને અધિક સચિવ,મહેસુલ વિભાગના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર તા.૧૦/૦૮/૨૦૨૧ના રોજ ૧૬-.૦૦ કલાકે જીસ્વાન૫ર યોજવામાં આવેલ.

રાહત નિયામક અને નાયબ સચિવએસ.ઇ.ઓ.સી દ્વારા વેબીનારમાં ઓનલાઈન તેમજ ઓફલાઇન હાજરરહેલા તમામ અધિકારીશ્રીઓનું સ્વાગત કરી મીટીંગની શરૂઆત કરવામાં આવી અને જણાવ્યુ કે,આજે સવારે ૬.૦૦ થી બપોરના ૨.૦૦ સુઘી રાજયમાં ૧૦-જિલ્લાના,૧૬-તાલુકામાં વરસાદ નોઘાયેલ છે. જેમાં સૈાથી વઘારે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં ૧૪એમ.એમ.વરસાદ નોંઘાયેલ છે.રાજયમાં અત્યાર સુઘી તા.૧૦/૦૮/૨૦૨૧ અંતિત ૩૦૫.૦૦મીમી વરસાદ થયેલ છે.જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ ૮૪૦ મી.મીની સરખામણીએ ૩૬.૩૧% છે.

IMDના અઘિકારી દ્વારા જણાવેલ છે કે,ગુજરાત રાજયમાં આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં હળવાથી મઘ્યમ વરસાદની સંભાવના રહેલી છે.

કૃષિ વિભાગ દ્વારા જણાવેલ છે કેચાલુ વર્ષે અંદાજીત ૭૫.૭૩લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર તા.૦૯/૦૮/૨૦૨૧ સુધીમાં થયેલ છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન ૭૪.૯૨લાખ હેક્ટર વાવેતર થયેલ હતુંઆ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૮૮.૫૨%વાવેતર થયેલ છે.

સિંચાઇ વિભાગદ્વારા જણાવેલ છે કે, સરદાર સરોવર જળાશયમાં ૧૫૫૭૭૨એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૪૬.૬૩% છે.રાજયના ૨૦૬ જળાશયોમાં૨૬૯૦૨૨એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના ૪૮.૨૬% છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-૦૯  જળાશય, એલર્ટ ૫ર કુલ- ૦૭જળાશય તેમજ વોર્નીગ ૫ર-૦૯જળાશય છે.

 એન.ડી.આર.એફ.ની કુલ ૧૫ ટીમમાંથી ૮ ટીમો ડીપ્લોય કરવામાં આવેલ છે.જે પૈકી ૧-વલસાડ,૧-સુરત,૧-નવસારી,૧-રાજકોટ,૧-ગીરસોમનાથ,૧- જુનાગઢ,૧-કચ્છ, ૧-મોરબી ખાતે ડીપ્લોય કરવામાં આવેલ છે. અને ૬-ટીમ વડોદરા અને ૧-ટીમ ગાંઘીનગર ખાતે રીઝર્વ રાખવામાં આવેલ છે.

 વઘુમાં ઇસરો,ફોરેસ્ટ વિભાગ,પંચાયત વિભાગ,ફિશરીઝ વિભાગ,ઉર્જા વિભાગ,માર્ગ અને મકાન વિભાગ, જી.એમ.બી., શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ,જી.એસ.આર.ટી.સી.,ફાયર વિભાગ,કોસ્ટગાર્ડ,બાયસેગ,જળસં૫તિ અને સરદાર સરોવર નિગમ લિ.તથા માહીતી ખાતાના અઘિકારીઓ અત્રે મીટીગમાં હાજર રહેલ અને ચોમાસુ-૨૦૨૧ અંગે દરેક૫રિસ્થિતિમાં ૫હોચી વળવા તમામ તૈયારીઓ પુર્ણ કરેલ હોવાનું જણાવ્યું.

ત્યારબાદ રાહત કમિશનર અને અધિક સચિવ દ્વારા મીટીગમાં હાજર રહેલ તમામ અધિકારીશ્રીઓને માર્ગદર્શન તથા જરૂરી સૂચનાઓ પાઠવવામાં આવી અને માન. રાહત નિયામક અને નાયબ સચિવ દ્વારા મીટીગમાં હાજર રહેલ અઘિકારીશ્રીઓનો આભાર માની મીટીંગ પૂર્ણ જાહેર કરવામાં આવી. 

(8:29 pm IST)