Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

વડોદરા:વિદેશના વિઝા અપાવવાના બહાને લોકો પાસેથી પૈસા પડાવનાર ભેજાબાજની ફરિયાદના આધારે ધરપકડ કરવામાં આવી

વડોદરા: શહેરનાવાઘોડિયા રોડની રિદ્ધિ સોસાયટીમાં રહેતો વિવેક કનુભાઇ વસાવા એન.ટી.સી.કોલેજમાં બી.ઇ.ના ચોથા સેમિસ્ટરમાં અભ્યાસ કરે છે. મારી બહેનના છૂટાછેડા થઇ  ગયા  હોય તે મારી સાથે રહે છે.વર્ષ-૨૦૧૮ માં સંબંધીઓ મારફતે મારી ઓળખાણ ચિંતન ઉર્ફે ચેતન પ્રભુદાસ પટેલ (રહે.શ્રી સોસાયટી,વાઘોડિયા રોડ મૂળ રહે.જેસંગપુરા ગામ,તા.વાઘોડિયા) સાથે થઇ હતી.બે થી ત્રણ વખત હું અને મારો પરિવાર ચિંતનને મળ્યા હતા.ચિંતને મારી બહેનને કહ્યું હતું કે,હું બિલ્ડર છુ.અને મારૃં લગ્ન થયુ નથી.તમારી પુત્રીને મારી પુત્રી સમજી સગા બાપ કરતા પણ વધારે સારી રીતે રાખીશ.તમારા છૂટાછેડા થયા છે,પણ મને કોઇ વાંધો નથી.ચિંતને મારી બહેન સાથે લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો.પરિવાર સાથે વાતચીત થયા પછી તા.૧૫-૦૭-૨૦૧૮ ના રોજ ખટંબા  ગાયત્રી મંદિરમાં ચિંતન અને મારી બહેનના લગ્ન થયા હતા.લગ્ન પછી ચિંતન અને મારી બહેન  મારા ઘરે આશરે દોઢ વર્ષ રોકાયા હતા.હું ડિપ્લોમા મિકેનિકલના છેલ્લા સેમિસ્ટરમાં ભણતો  હતો.ચિંતને મારા ઘરના તમામ સભ્યોને  વિશ્વાસમાં લઇને  મને કહ્યું હતું કે,હું કેનેડાના વર્ક પરમિટ વિઝા પાંચ થી છ લાખમાં અપાવી દઇશ.મારી કેનેડામાં તથા અહીંયા ઘણી ઓળખાણ છે.મારા પિતાએ હમણા રૃપિયાની વ્યવસ્થા નથી તેમજ મારો મિકેનિકલનો અભ્યાસ પૂરો થાય પછી વિઝાનું કામ કરવા કહ્યું હતું.ચિંતને મારા ડોક્યુમેન્ટ્સના આધારે ફાઇલ તેૈયાર કરાવી હતી.મારા પિતાએ દાગીના ગીરવે મુકીને તથા સગા સંબંધીઓ પાસેથી ઉછીના રૃપિયા લઇને ચિંતનને પાંચ લાખ રૃપિયા આપ્યા હતા.

(5:01 pm IST)