Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

વડોદરાના આજવા રોડ નજીક ટી.વાય.બી.કોમ માં અભ્યાસ કરતા વિધાર્થીએ અગમ્ય કારણોસર ફાસો ખાઈ મોતને વ્હાલું કરતા ચકચાર મચી જવા પામ્યો

વડોદરા: શહેરના આજવા રોડ પર શુભમ ટેનામેન્ટમાં  રહેતો ૧૯ વર્ષનો જવલીન  પ્રકાશભાઇ ભાવસાર  એમ.એસ.યુનિવર્સિટીમાં કોમર્સના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે.તેની બહેનની સગાઇ થઇ હોય તે મંગેતર યુવક સાથે અમદાવાદ ગઇ હતી.જયારે તેના માતા પિતા વાઘોડિયા રોડ પર રહેતા વેવાઇના ઘરે લગ્નની વાતચીત કરવા માટે ગયા હતા.વિદ્યાર્થીના દાદા મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર હતા.જ્યારે વિદ્યાર્થી ઉપરના માળે હતો.દરમિયાન તેણે કુતરાના ગળામાં બાંધવાના પટ્ટાથી ગાળિયો બનાવી ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધુ હતું.

બનાવ અંગે બાપોદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર જઇને તપાસ હાથ ધરી હતી.પ્રાથમિક તપાસ દરમિયાન એવી વિગતો મળી છે કે,જવલીનને છેલ્લા કેટલાક સમયથી બીમારીની સારવાર ચાલતી હતી.બીમારીથી કંટાળીને તેણે આપઘાત કરી લીધો હોવાની શક્યતા હાલના તબક્કે લાગી  રહી છે.જોકે,પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે,તેના પિતાએ થોડાસમય પહેલા જ પુત્રને દોઢ લાખની બાઇક અપાવી હતી.

(4:59 pm IST)