Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

વડોદરા:12 વર્ષીય માસુમ બાળકી સાથે નરાધમ દાદાએ શારીરિક અડપલાં કરતા ચકચાર મચી જવા પામ્યો

વડોદરા: શહેરના મધ્ય વિસ્તારમાં રહેતા ૪૨ વર્ષના અને પાન પડીકીની દુકાન ચલાવતા વેપારીએ સિટિ  પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે,ગત ૨૫ મી જુલાઇએ મારા મામા સસરા  અને સાસુ ધાર્મિક પ્રસંગનું આમંત્રણ આપવા માટે મારા ઘરે આવ્યા હતા.મારૃં મકાન બે માળનું હોય મારા મામા સસરાએ મારી  ૧૨ વર્ષની પુત્રીને ચાલ તારૃં ઉપરનું ઘર બતાવ તેમ કહીને ઉપરના માળે લઇ ગયા હતા.૧૫ મિનિટ પછી મામા સસરા નીચે આવીને મારી સાથે બેસી ગયા હતા.પોણા અગિયાર વાગ્યે બધા ચ્હા નાસ્તો કરીને જતા રહ્યા હતા.ગઇકાલે રાતે દોઢ બે વાગ્યે મારી પુત્રી ઉંઘમાંથી અચાનક જાગી ગઇ હતી.તેણે  મને ઉઠાડયો હતો.તે ખૂબ જ ગભરાયેલી  હતી.અને રડતી હતી.મેં તેને રડવાનું કારણ પૂછ્યું તો તેણે મને  કહ્યું હતું કે,દાદા (ફરિયાદીના મામા સસરા) ઘરે આવ્યા ત્યારે મને ઘર બતાવવા માટે ઉપર બોલાવી તમારા બેડરૃમમાં લઇ ગયા હતા.જ્યાં તેમણે મને ખોળામાં બેસાડી મારા ગાલ પર કીસ કરી શારીરિક  અડપલા કર્યા હતા.તેમણે મને એવી ધમકી આપી હતી  કે,કોઇને કહીશ તો જાનથી મારી નાંખીશ.
મે સવારે મારા  પરિવારજનોને વાત કરી હતી.મારી પુત્રીએ હાલમાં આ અંગે મને વાત કરી હોય,આજે ફરિયાદ  કરવા આવ્યો છું.પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

 

(4:52 pm IST)