Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

સુરતના સચિન વિસ્તારમાં જમીનના બોગસ દસ્તાવેજ બનાવી છેતરપિંડી આચરનાર નરાધમને જમીન અદાલતે નામંજૂર કર્યા

સુરત:શહેરનાસચીન વિસ્તારમાં આવેલા ફરિયાદી મહીલાની માલિકી-કબજાની જમીનના પ્લોટના બોગસ દસ્તાવેજ બનાવીને હડપવાના ગુનાઈત કારસામાં જેલવાસ ભોગવતા આરોપીએ ચાર્જશીટ બાદ કરેલી જામીનની માંગને આજે એડીશ્નલ સેશન્સ કોર્ટે નકારી કાઢી આરોપી વિરુધ્ધ ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસ હોવાનો નિર્દેશ આપ્યો છે.
વેસુ ખાતે આગમ હેરીટેજમાં રહેતા ફરિયાદી ઉષાબેન જયવદન જરીવાલાએ તા.28-6-21ના રોજ પોતાની સચીનમા સુડા હાઉસીંગ પ્રોજેક્ટમાં સેક્ટર-1માં પાડવામાં આવેલા પ્લોટ નં.13ની કબજા-માલિકી ધરાવતા હતા. આરોપી રાજુભાઇ ઉર્ફે બુધોર હમીર ભરવાડ (રે.સત્યમનગર, કામરેજ) ફરિયાદીનું ખોટું નામ ધારણ કરનાર સ્ત્રી, રાજુ ઉર્ફે બુધો હમીર ભરવાડ, મૂળ રાજકોટના ઉપલેટાના વતની મેહુલ જેઠા મારડીયા (રે.તાપી દર્શન સોસાયટી, નાના વરાછા) મુકેશ મધા મેર (રે.ઉમરાળા ભાવનગર) વગેરેએ આ પ્લોટના બોગસ દસ્તાવેજ બનાવી હડપવાનો કારસો રચતા લેન્ડ ગ્રેબીંગ એકટના ભંગ બદલ સચિન પોલીસે ફરિયાદ નોંધી આરોપી રાજુભાઇ ઉર્ફે બુધોની ધરપકડ કરી હતી. આ કેસમાં ચાર્જશીટ બાદ રાજુ ભરવાડે જામીન મંગ્યા હતા. જેના વિરોધમાં એપીપી કિશોર રેવાલીયાએ જણાવ્યું હતું કે આરોપી વિરુધ્ધ ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસમાં જામીન આપવાથી સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની સંભાવના છે. હાલમાં જમીનની કિંમત વધવાના પગલે આ પ્રકારે જમીનના બોગસ દસ્તાવેજો બનાવીને હડપવાના કારસા વધી રહ્યા છે. જેના પર નિયંત્રણ લાવવા હાલમાં ગુજરાત લેન્ડગ્રેબિંગ એક્ટ લાવવામાં આવ્યો છે. જેથી સમાજમાં દાખલો બેસાડવા આવા ગુનાના આરોપીને જામીન રદ કરવા જોઇએ.

 

(4:50 pm IST)