Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

સુરતના જુદા જુદા વિસ્તારમાં પાણી ન આવતા મહિલાઓએ વિરોધ દર્શાવ્યો

સુરત: શહેરમાં કેટલાક વિસ્તારોમાં પાણીના મીટર લગાવી દેવાયા છે જ્યારે અન્ય વિસ્તારોમાં કામગીરી ચાલી રહી છે ત્યારે વોર્ડ નં 15ની મહિલાઓએ મોટી સંખ્યામાં ભેગા થઈને પાણીના મીટરને લઈને વિરોધ કર્યો છે. જો મીટર લગાવાશે તો તેની હોળી કરવાની ધમકી પણ આપી હતી.
અમરોલી અને મોટા વરાછાના કેટલાક વિસ્તારોમાં પાણીના મીટર લગાવી દેવા છે જ્યારે જે વિસ્તારોમાં કામગીરી ચાલી રહી છે તેને લઈને અનેક વાર વિરોધ ઉઠયો છે. આ વચ્ચે ફરીવાર એક વિવાદ સામે આવ્યો છે જેમાં વરાછા વોર્ડ નં.15ની સરિતા વિહાર સોસાયટીમાં મહિલાઓએ મહાનગરપાલિકા સંચાલિત પાણીના મીટરનો વિરોધ દર્શાવ્યો છે. મોટી સંખ્યામાં મહિલાઓએ ભેગા થઈને તેમનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. સાથે જ પાણીના મીટર લગાડવામાં આવશે તો મહિલાઓ ઉગ્ર વિરોધ કરવાનું પણ જણાવ્યું હતું. હાલ આ વિસ્તારમાં મીટર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેને લઇને આ વિરોધ જોવા મળી રહ્યો છે.
સ્થાનિક મહિલાઓના મતે તેઓ મહાનગર પાલિકાનો ઘેરાવો પણ કરશે. તેમ છતાં પણ જો પાણીના મીટર નાંખવામાં આવશે અને જો અધિકારીઓ બિલ આપવા આવશે તો તેમને મારવા સુધીની પણ ચિમકી તેઓએ ઉચ્ચારી હતી. એટલું જ નહીં મીટરની હોળી કરવાની ધમકી પણ આપી હતી.

 

(4:49 pm IST)