Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

ગાંધીનગર જિલ્લામાં બાતમીના આધારે હુલ્લી જગ્યામાં હારજીતનો જુગાર રમતા સાત શખ્સોને ઝડપી પાડયા

ગાંધીનગર:જિલ્લામાં જુગારની પ્રવૃતિ વધી રહી છે ત્યારે કલોલ તાલુકા પોલીસની ટીમે બાતમીના આધારે રકનપુરમાં પાણીના પ્લાન્ટની પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમતાં સાત શખ્સોને ઝડપી પાડયા હતા. જેમની પાસેથી ૧પ૯૩૦નો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જિલ્લામાં શ્રાવણ મહિના દરમ્યાન જુગારની પ્રવૃતિમાં નોંધપાત્ર વધારો જોવા મળતો હોય છે. જો કે જિલ્લામાં શ્રાવણ પહેલા જ ઠેકઠેકાણે જુગારધામો શરૃ થઈ ગયા છે અને પોલીસે દરોડા પાડીને જુગારીઓને ઝડપી પણ લીધા છે ત્યારે હવે શ્રાવણ મહિનો શરૃ થતાંની સાથે જ જુગારની પ્રવૃતિ વધી છે ત્યારે કલોલ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે રકનપુર ગામે ગજાનંદ પાણીના પ્લાન્ટની પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો તીનપત્તીનો જુગાર રમી રહયા છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડીને રકનપુર ગામમાં ઠાકોરવાસમાં રહેતાં સંજયજી ગોવિંદજી ઠાકોર, કરણજી દીપકજી ઠાકોર, ચમનજી કાનાજી ઠાકોર, કાનાજી રણછોડજી ઠાકોર, રાજેશજી નારણજી ઠાકોર, માઢવાળા વાસમાં રહેતાં જયેશભાઈ રમેશભાઈ ઠાકોર અને પટેલવાસમાં રહેતા હીરેનભાઈ બાબુભાઈ પટેલને જુગાર રમતાં ઝડપી પાડયા હતા. જેમની પાસેથી ૧પ૯૩૦નો મુદ્દામાલ કબજે કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

(4:47 pm IST)