Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

પ્રાંતિજમાં દેશી બંદૂક સાથે વિજાપુરના શખ્સને પોલીસે રંગે હાથે ઝડપી પાડયો

પ્રાંતિજ:પોલીસે એક સીંગલ બેરલની દેશી હાથ બનાવટની લાકડાના હાથાવાળી દેશી મજર લોડ બંદુક સાથે એક ઇસમ ને ઝડપી પાડયો હતો .
પ્રાંતિજ પોલીસ પ્રાંતિજના સાદોલીયા કેનાલ પાસે રોડ ઉપર આવતા જતા વાહન ચેકીંગમાં હતી તે દરમિયાન પ્રાંતિજ પોલીસને બાતમી મળી હતીકે અનોડીયા બાજુથી એક શખ્સ કાળા તથા વાદળી કલરના બાઇક ઉપર બંદૂક જેવુ હથિયાર લઈને પ્રાંતિજ તરફ આવી રહ્યો છે.
બાતમીના આધારે સાદોલીયા કેનાલ રોડ ઉપર વાહન ચેકીંગ કરી રહેલી પ્રાંતિજ પોલીસે બાઇક સવારને ઉભો રાખી બાઇક ઉપર બાંધેલા કપડાથી વીટેલી બંદૂક પુછી તેની પાસે પરવાનો માગતા પાસ પરમીટ માગતા મળી આવી નહતી.
પ્રાંતિજ પોલીસે તેની તપાસ લેતા તેની પાસેથી મળી આવેલી દેશી હાથ બનાવટની બંદુક જેની કિંમત-૩૦૦૦ , મોબાઈલ-એક જેની કિંમત-૩૦૦૦ , છરા નંગ -૧૬ જેની કિંમત -૧૬૦ તથા છરી નંગ-૨ જેની કિંમત-૪૦ , કેપ નંગ-૧૬, નકલી આધાર કાર્ડ મળી કુલ-૨૧,૨૦૦ નો મુદામાલ મળી આવ્યો હતો. પોલીસે બંદુક સાથે પકડાયેલા વિજાપુરના નજર મહેમદ અલીભાઇ સિંધી (ડફેર) (ઉ.વર્ષ -૪૨ રહે.પશુ દવાખાનાની પાછળ, વિજાપુર) ની અટકાયત કરી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા નો ભંગ કરતા ૩૭(૧)વશી/૨૧૯૩/૨૦૨૧ તા.૨૬઼૭઼૨૦૨૧નો ભંગ કરેલો હોઈ એકટ ૧૯૫૯ની ક.૨૫ (૧-બી) એ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

 

(4:45 pm IST)