Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

સાંજે હાઈપાવર કમિટિની બેઠકઃ ધો. ૬ થી ૮ની શાળાને મંજુરીની શકયતા

રાજકોટ, તા. ૧૦ :. કોરોનાનું સંક્રમણ ગુજરાતમાં ઓછુ થતા રાજ્ય સરકારે ધીરે ધીરે શાળા-કોલેજોમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવા તબક્કાવાર મંજુરી આપી છે. આજે પણ શાળામાં વધુ વર્ગો ખોલવાની મંજુરી મળવાની શકયતા છે.

ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને હાઈપાવર કમીટીની બેઠક મળશે. જેમાં ધો. ૬ થી ૮મા ઓનલાઈન અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શાળા શરૂ કરવાની મંજુરી મળવાની શકયતા વધી છે.

સાંજે મળનારી હાઈપાવર કમિટી કોરોના પ્રોટોકોલ અંતર્ગત સોશ્યલ ડીસ્ટન્સ, માસ્ક તેમજ વાલીના સંમત્તિ પત્રથી વિદ્યાર્થીઓનું શાળામાં ઓફલાઈન શિક્ષણ શરૂ થશે.

(4:12 pm IST)