Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

દેશના ન્યાય તંત્રની અનેરી ઘટના, માસુમ બાળકી સાથે દુષ્કર્મ, હત્યા,૧૩થી ૧૪ દિ મા ચાર્જશીટ

સુરતના પોલીસ કમિશનર અજય તોમર તથા ટીમ દ્વારા ભાગ્યે જ થતી કાર્યવાહી દ્વારા અનોખી મિશાલ પ્રથપિત કરીઃ ગાંધીનગર દ્વારા પીઠ થાબડવામાં આવી : માત્ર જે તે હદના જ પોલીસ સ્ટાફ કે ક્રાઇમ બ્રાન્ચ જ નહિ તમામ પોલીસ મથકના અનુભવી પોલીસ સ્ટાફની ટીમો મેદાને ઉતારી, ટેકનિકલ સરવેલન્સ અને બાતમીદારો આખા શહેરમાં પ્રસરી જતા આરોપી દિનેશ બોસણે ગણતરીના કલાકોમાં પોલીસ લોકઅપ ભેગો થયો હતો

 રાજકોટ તા.૧૦,  દેશના ઇતિહાસની તવારીખી ઘટના સુરતમાં બની  છે. સુરત શહેર પોલીસ દ્વારા સાંપડતા નિર્દેશ મુજબ પાંડેસરા વિસ્તારમાં દરગાહ પાસે આવેલ પ્રેમ નગરની ઝૂંપડપટ્ટીમાં એક યુવક દ્વારા ૧૦ વર્ષની માસૂમ બાળા સાથે દુષ્કર્મ બાદ તેની હત્યા કરી નાખવામાં આવેલ. ગરીબ અને બિલકુલ સામાન્ય પરિવારના બાળકો ગૂમ થવા કે આવી નિંદનીય ઘટના સમયે સુરત શહેર પોલીસના ચુન્દ્દા ૧૦૦ થી વધુ પોલીસ  સ્ટાફને મેદાને ઉતારી આવા આરોપી કોઇ પણ ભોગે ઝડપાઇ જાય તે માટે સતત કાર્યરત રહેતા પોલીસ કમિશનર અજય કુમાર તોમરના માનવતાવાદી અભિગમ સાથે તાલ મિલાવી પોલીસના ઉચ્ચ અધિકારીઓથી માંડી સુરત શહેરના પોલીસના પોલીસ કોન્સ્ટેબલ સુધીના સ્ટાફ અથાગ જહેમત ઉઠાવી આરોપીને તુરત ઝડપી લેવામાં સફળ થયેલ.

  અત્રે યાદ રહે કે દિનેશ બોસણ દ્વારા ૧૦ વર્ષની બાળકી ઘર પાસે રમતી હતી ત્યારે તેનું અપહરણ કરી તેની સાથે દુષકર્મ આચરી હત્યા કરી નાખી  હતી. પોતાની પ્રચલિત મોડેન્સ ઓપરેન્ડી મુજબ પોલીસ કમિશનર દ્વારા પાંડેસરા પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ સહિત વિવિધ પોલીસ મથકના અનુભવીની ફોજની તુરત વિવિધ ટીમો બનાવી અને સાથે સાથે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારો આખા શહેરમાં ફરી વળ્યા હતા. સીપીથી પીસી સુધીની આખી ફોજ ની નિષ્ઠા પૂર્વકની જહેમતથી આરોપી તુરંત પોલીસના સંકજામાં આવી જતા, લોકો પણ સુરત શહેર પોલીસની આવી કામગીરીથી પ્રસન્ન થવા સાથે ગૃહમંત્રી અને ગૃહમંત્રાલય દ્વારા પણ નોંધ લીધા બાદ અદાલતમાં કુલ ૧૫ દિવસ જેમાં એફએસએલ રિપોર્ટના ૭ દિવસનો સમાવેશ છે તેવા ટૂંકા સમયમાં ફૂલ પ્રુફ ચાર્જ શીટની નોંધ દેશના સર્વોચ્ય ન્યાયાલય દ્વારા લેવામાં આવી છે.

(3:44 pm IST)