Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

પુત્રના અપહરણનું ખુદ પિતા દ્વારા જ કાવત્રું રચી, પોતાના સગાભાઇને ફસાવી દેવાની ચાલ પોલીસે નિષ્ફળ બનાવી

ગરીબ પરિવારના માસૂમ બાળકો ગૂમ થવા પ્રસંગે પોલીસ કમિશનરનાં : માનવતાવાદી વલણનો કેટલાક લોકો ગેર ઉપયોગ કરવા જતાં પોલ ખુલ્લી પડી ગઈ

   રાજકોટ તા.૧૦,  માસૂમ બાળક તે પછી કરોડપતિના હોય કે  પછી રોજે રોજનું કમાઈને ખાતા ગરીબ માણસના પુત્ર આવા બાળક લાપતા બનવાની ફરિયાદ થાય એટલે સમગ્ર સુરતને જાણ છે કે પોલીસ કમિશનર અજય કુમાર તોમર કે જે ખૂબ માનવતાવાદી વલણ ધરાવે છે તેઓ દ્વારા સુરત પોલીસ વણ લખ્યા મુજબ તુરત દોડતી થઈ જશે. એમાંય  પીડિત પરિવાર કોઈ શકમંદ બતાવે તો તે શખ્સને તુરત ઝડપી લેશે. આવી માન્યતા આધારે સુરતના એક શખ્સ દ્વારા જમીનના મામલે પોતાના સગા ભાઈને ફસાવવા માટે પોતાના જ પુત્રના અપહરણનું આખું નાટક ત્યાર કર્યું., જોકે એ શખ્સને એ જાણ નહતી કે પોલીસ તપાસ તાબડતોબ કરશે પણ સાથોસાથ કોઈ નિર્દોષ દોષી ન બને તે માટે પણ આખી રણ નીતિ ત્યાર કરવામાં આવી છે,એ કહેવાની ભાગ્યે જ જરૂર છે કે ફરિયાદીનું તરકટ ખુલ્લું પડી અને ફરિયાદી આરોપી બની ગયાની રસપ્રદ ઘટના પ્રકાશમાં આવી છે.

બાળકના ગુમ થવા અંગે બાળકના પિતાજી ચંદનસિંગ પર શંકા આધારે તેઓની સઘન પુછપરછ કરતા હકીકત એવી જણાઇ આવેલ કે, તેઓના ભાઇ લવકુશસિંગ સાથે મુળ વતન બિહાર ખાતે જમીનને લઇને ઝગડો ચાલતો હોવાથી તેના ભાઇ લવકુશને ફસાવી દેવા માટે તેઓ તથા તેમની પત્ની સીમાદેવીએ પોતાના દિકરા દીપક ઉ.વ-૧૦ વર્ષ નાને પોતાની સાથે કામ કરતી મહિલા જ્યોતિ વિલાસ ખડસે રહે-પ્લોટ નં-૧૯૩, ત્રિકમનગર, લિંબાયત, સુરત નાઓના ઘરે એક દિવસ માટે મોકલી આપી પોલીસ સ્ટેશન ખાતે પોતાનો દિકરો ગુમ/અપહરણ થયેલ હોવાની ખોટી ફરીયાદ લખાવેલ હોવાની હકીકત જણાઇ આવેલ છે. જે ગુનાનો ભેદ ઉકેલી ગુમ થનાર બાળકને શોધી કાઢેલ અને તેના માતા- પિતા વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(3:42 pm IST)