Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

દારૂનું આખું ગોડાઉન ઝડપાયું : ૭૩ લાખથી વધુનો માલ તથા ટ્રક વાહનો કબ્જેઃ ખળભળાટ

ફિનાઇલના નામે ખુલ્લેઆમ અમદાવાદના બુટલેગરોને ડિલિવરી અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના કણભા વિસ્તારમાં રાજસ્થાનના શખ્સોનું કારસ્તાન,ત્રણ ઝડપાયા,ત્રણ વોન્ટેડ : ભાડે ગોડાઉન આપ્યા બાદ પોલીસ દ્વારા ચકાસણી કરાવ્યા બાદ ધંધો બદલી નાખ્યો હતોઃ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં શંકા ન જાય તે માટે એક બોટલ પણ તે વિસ્તારમાં વહેંચતા નહિ : રોહિત ઝડપાયે અમદાવાદના માલ મગાવનાર તમામ બુટલેગરોના નામ ખોલાવી તમામને પોલીસ પિંજરે પૂરી દેવાશેઃ 'અકિલા' સાથે સાણંદ ડીવાયએસપી અને રેડની દોરવણી કરનાર વિભાગીય વડા કે.ટી.કામરીયા સાથે અકિલાની વાતચીત. પીએસઆઈ શેલાણજી તથા સર્કલ પીઆઇ ગોહિલની પીઆઇ ટીમ સક્રિય, વોન્ટેડ આરોપીઓને શોધવા ટીમો રેડી.આઇજી અને એસપી દ્વારા કામગીરીને બિરદાવવામાં આવી

રાજકોટ તા.૧૦, ફિનાઈલના ધંધાના નામે ગોડાઉન ભાડે રાખી પોલીસ વેરીફીકેશન કરાવ્યા બાદ અમદાવાદ ગ્રામ્ય વિસ્તરના સાણંદ વિભાગના કણભા પોલીસ સ્ટેશન હદમાં ગોડાઉનનગરી તરીકે જાણીતા વિસ્તારમાં ઈંગ્લિશ દારૂ ઉતારી તેને અમદાવાદ શહેર વિસ્તારના બુટલેગરોને પોહચડતા દારૂના ગોડાઉન પર સાણંદ ડીવાયએસપી કે.ટી.કામારિયા ટીમ ત્રાટકી ૧૫૭૧ પેટી ઈંગ્લિશ દારૂ અને બિયરની ૧૩૧ બોટલ મળી ૭૩ લાખની કિંમતનું દારૂનું ગોડાઉન અને ટ્રક સહિતના ૭૮ લાખના વાહનો કબ્જે કરતા ખળભળાટ મચી ગયો છે.

ઉકત બાબતે 'અકિલા' સાથેની વાતચીતમાં મૂળ મોરબી જિલ્લાના વતની એવા ડીવાયએસપી કે.ટી.કામારિયા દ્વારા સમગ્ર બાબત પર પ્રકાશ પાડતા જણાવેલ કે ઉકત જગ્યાએ હરીશ મારવાડી અને રોહિત મારવાડી દ્વારા ગોડાઉન ભાડે રાખવામાં આવેલ, અને શરૂઆતમાં તેમાં ફિનાયલની નાની બોટલોનો વ્યવસાય કરેલ. પોલીસ વેરિફિકેશન પૂર્ણ થયા બાદ હરીશ અને રોહિત દ્વારા અમદાવાદ શહેરના બુટલેગરોને માટે દારૂ પહોંચાડવા માટે આખું કારસ્તાન રચેલ.પકડાયેલ રાજસ્થાનના શખ્શો તથા લાપતા આરોપીઓની મોડેસ ઓપરેન્ડીએ પ્રકારની હતું કે કણભા વિસ્તારમાં દારૂનું કટિંગ કરવું. પરંતુ સાણંદ વિસ્તાર કે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં દારૂની કે બિયરની બોટલ ન વહેંચવી.                                    

 દરમિયાન ગોડાઉન વિસ્તાર હોવાથી સાણંદ ડીવાયએસપી દ્વારા ચોરીના બનાવો ન બને તે માટે પેટ્રોલિંગ ચાલુ કરાવેલ. આ દરમિયાન પીએસઆઈ શ્રી શેલાણને ઉકત ગોડાઉન બાબતે શંકાસ્પદ હોવાની માહિતી મળતા મજૂર જેવા વેશે વોચ રાખવામાં આવેલ. શંકા દૃઢ બનતાં ડીવાયએસપી કે.ટી. કામરિયા , સીપીઆઈ શ્રી ગોહિલ અને જેમણે તમામ માહિતી એકઠી કરી હતી તેવા પીએસઆઈ શ્રી શેલાંણ દ્વારા ત્રાટકતા પોલીસ અધિકારીઓ આભા બની ગયા હતા. પોલીસ દ્વારા મનહર પવાર, સુનિલ બિશનોય અને પ્રદીપ બીશનોય મૂળ રાજસ્થાન જિલ્લા જલોદ ને ઝડપી અન્યને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ. પોલીસને ઘટના સથળેથી મીની ટ્રક અને શેવરોલેટ ગાડી કબજે કરવામાં આવી હતી                         

આરોપીઓ ફિનાઇલ પોલીસને કે લોકોને શંકા ન જાય તે માટે ખુલ્લી રીતે માલ ત્રણ દિવસથી અમદાવાદના બુટલેગરોને પહોંચાડતાં હતા. 'અકિલા' સાથેની વાતચીતમાં ડીવાયએસપી કે.ટી. કામરિયા દ્વારા આરોપી રોહિતને તાકીદે ઝડપાઇ તે માટે વિવિધ ટીમો રચવામાં આવી છે, રોહિત પાસે થી અમદાવાદના બુટલેગરોના નામ ખોલવી તેમને પણ પોલીસ પાંજરે પૂરવામાં આવશે તેમ સાણંદ ડીવાયએેસપી કે.ટી.કામરિયા દ્વારા અકિલા સાથેની વાતચીતમાં વિશેષમાં જણાવેલ.

(3:40 pm IST)