Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

હાલ કોઈ એવી સિસ્ટમ સક્રિય થઈ નથી જેથી રાજયમાં વરસાદનું અનુમાન લગાવી શકાય

વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો

અમદાવાદ તા. ૧૦ : ગુજરાતમાં વરસાદ પાછો ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ કોઈ એવી સિસ્ટમ સક્રિય થઈ નથી જેથી રાજયમાં વરસાદનું અનુમાન લગાવી શકાય.

ગુજરાતમાં વરસાદ પાછો ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ કોઈએ એવી સિસ્ટમ સક્રિય થઈ નથી જેથી રાજયમાં વરસાદનું અનુમાન લગાવી શકાય, આમ એકાએક વરસાદ પાછો ખેંચાઈ જવા હવે ખેડૂતો પોતાના પાકને લઈ ચિંતા વ્યકત કરી રહ્યા છે.

હવામાન વિભાગનું માનવામાં આવે તો ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધીમાં રાજયમાં ૫૧.૬૩ ટકા વરસાદ પડી ચુકયો છે. જયારે સિઝનનો કુલ વરસાદ ૩૬.૧૭ ટકા જેટલો જ નોંધાયો છે. આમ રાજયમાં ફરી વરસાદ પાછો ખેંચાઈ જતા ખરીફ પાકને નુકસાન જવાની ભિતિ સેવાઈ રહી છે.

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે હાલ રાજયમાં વરસાદની શકયતા નહીંવત દેખાઈ રહી છે. જો કે દક્ષિણ સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં છુટો છવાયો વરસાદ પડી શકે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. તેમજ આગામી પાંચ દિવસ સુધી વરસાદની સંભાવનાઓ પર રોક લગાવતા હવામાન વિભાગે રાજયમાં ગરમીનું પ્રમાણ વધશે તવો પણ નિર્દેશ કર્યો છે.

રાજયમાં હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરતા જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ સુધી રાજયમાં વરસાદની સંભાવનાઓ નહીંવત જોવા મળી રહી છે હવામાન વિભાગે એમ પણ જણાવ્યું કે હજુ પણ ગુજરાતમાં જરૂર મુજબ વરસાદ પડ્યો નથી રાજયમાં હજુ ૪૪ ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે. જુલાઈના અંતિમ સપ્તાહ બાદ વરસાદે લાંબો વિરામ લીધો છે જેને લઈ હવે ખેડૂતો પણ ચિંતામાં મુકાઈ ગયા છે. ત્યારે હવામાનની વિભાગની આગાહી સામે આવતા ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

મહત્વનું છે કે રાજયમાં સીઝનનો જોઈએ એટલો વરસાદ પડયો નથી, સામાન્ય રીતે ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધીમાં ૪૫૦ મીમી વરસાદ થઈ જવો જોઈએ પરતું હજુ માત્ર સિઝનનો ૨૫૩ મીમી વરસાદ નોંધાતા ખેડૂતો ચિંતિત બન્યા છે, કેમ કે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વરસાદની સંભાવનાઓ પર રોક લગાવી દીધી છે. તેમજ આગામી સમયમાં ગરમીનું પ્રમાણ વધશે તેવું હવામાન વિભાગે અણસાર આપ્યો છે,જો કે હવામાને દક્ષિણ ગુજરાત અને તેની આસપાસના પથંકમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે.મહત્વનું છે કે ઓગસ્ટના અંત સુધીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શકે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે તે બાદ ગુજરાતની શકયતા જોવા મળી શકે છે. હવામાન વિભાગે કરેલી આગાહી બાદ રાજયના ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે, ખેતીની સિઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી ન મળી શકતા હવે તેમને તૈયાર થયેલો પાક બગડે નહીં તેની ચિંતા સતાવી રહી છે.

(3:39 pm IST)