Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે તકેદારી : અમદાવાદમાં 39 ડોમ ટેસ્ટિંગ માટે શરૂ કરાયા

દરરોજના 5 હજાર 500 ટેસ્ટનો AMCનો દાવો : રેપીડ, RTPCR ટેસ્ટની પણ વ્યવસ્થા : મનપા તરફથી 200 સ્થળ પર વેક્સિનેશન કામગરી

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ પાછું ન ફેલાય તે માટે તંત્ર અલર્ટ બન્યું છે દેશમાં સંભવિત કોરોનાની ત્રીજી લહેરનો ખતરો મંડરાયેલો છે તે જોતો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવ્યું છે.

રશાસન તરફથી તકેદારીના ભાગ રૂપે શહેરમાં 39 જેટલા ડોમ ફરી શરૂ કરવામાં આવ્યા છે. શહેરમાં હાલ મનપા તરફથી 200 સ્થળ પર વેક્સિન આપવામાં આવી રહી છે. સાથે જ 39 સ્થળો પર ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ મનપાએ રેપીડ અને RTPCR ટેસ્ટની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. અમદાવાદ મનપાએ રોજના 5 હજાર 500 ટેસ્ટ કરવાનો દાવો કર્યો છે. મહત્વનું છે કે કોરોનાની બીજી લહેરમાં શહેરમાં આરોગ્યની સુવિધાઓ કથડી હતી જેને લઈ આ વખતે મનપાએ પહેલાથી અગમચેતીના ભાગ રૂપે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

(12:37 pm IST)