Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

રાજ્યમાં કુલ 887 ગામડાઓમાં 100 ટકા રસીકરણ

સાબરકાંઠા જિલ્લો મોખરે 86 જિલ્લામાં ગાંધીનગર જિલ્લાના 59, ભાવનગર જિલ્લાના 56, જામનગર જિલ્લાના 52, અમદાવાદ જિલ્લાના 43, છોટા ઉદેપુર જિલ્લાના 51, વડોદરા જિલ્લાના 37, અરવલ્લી જિલ્લાના 38 ગામડાઓમાં 100 ટકા રસીકરણ

અમદાવાદ : રાજ્યમાં  880થી વધુ ગામડાઓ એવા છે જયાં 100 ટકા રસીકરણ થયુ છે. આ ગામડાઓમાં તમામ ગ્રામજનોએ રસી લઇ લીધી છે. આરોગ્ય વિભાગના સૂત્રોના મતે, ગુજરાતમાં કુલ 887 ગામડાઓમાં 100 ટકા રસીકરણ થયુ છે. સાબરકાંઠા જિલ્લો મોખરે રહ્યુ છે કેમકે, આ જિલ્લામાં 86 ગામડાઓમાં 100 ટકા રસીકરણ થયુ છે

 .આ ઉપરાંત ગાંધીનગર જિલ્લાના 59, ભાવનગર જિલ્લાના 56, જામનગર જિલ્લાના 52, અમદાવાદ જિલ્લાના 43, છોટા ઉદેપુર જિલ્લાના 51, વડોદરા જિલ્લાના 37, અરવલ્લી જિલ્લાના 38 ગામડાઓ એવા છે જયાં બધાય લોકોએ રસી લઇ લીધી છે.

 સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતા રૂપાણી સરકારે નવ દિવસ વિવિધ કાર્યક્રમ આયોજિત કર્યા છે જેમાં જે ગામમાં 100 ટકા રસીકરણ થયુ છે તે ગામના સરપંચોનુ ય સરકાર વતી સન્માન કરાયુ છે. જોકે, ડાંગ, મોરબી, દાહોદ, તાપી, ખેડા, પાટણ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, આણંદ, નર્મદા સહિતના જિલ્લાઓ 100 ટકા રસીકરણમાં ખૂબ જ પાછળ રહ્યા છે

(12:14 pm IST)