Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

મહેશ મહેતાની ઉચ્ચ શિક્ષણમાં બદલી : ગોસાઇ નવા નાયબ શિક્ષણ નિયામક

રાજકોટ,તા. ૧૦ : રાજ્ય સરકારે ગઇ કાલે નાયબ શિક્ષણ નિયામક કક્ષાના બે અધિકારીઓની બદલીના હુકમ કર્યા છે.શાળાઓ માટેના કમિશનર કચેરીના નાયબ નિયામક (મહેકમ) એમ.પી. મહેતાના બદલી ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીમાં નાયબ નિયામક (એન.એસ.એસ) તરીકે કરવામાં આવી છે. તેમના સ્થાને ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદના સચિવ વી.આર. ગોસાઇને શાળાઓ માટેના કમિશનર કચેરીમાં નિયુકત કરવામાં આવ્યા છે.

(11:47 am IST)