Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

જનરલમાં આવતા વિવિધ સમાજનો ઓબીસી માપદંડના આધારે રાજ્‍ય સરકાર સર્વે કરે : હાર્દિક પટેલ

ઓબીસી સંશોધન બિલને આવકારતા પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને કોંગ્રેસના કાર્યકારી અધ્‍યક્ષ

 

રાજકોટ તા. ૧૦ : પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને કોંગ્રેસના ગુજરાતના કાર્યકારી અધ્‍યક્ષ હાર્દિક પટેલે જણાવ્‍યું છે કે, હવેથી રાજ્‍ય સરકાર કોઇપણ સમાજને ઓબીસીમાં શામિલ કરી શકશે, આજે ઓબીસી સંશોધન બિલ લોકસભામાંથી સરકાર અને વિપક્ષની સહમતીથી પાસ કરવામાં આવ્‍યું છે, હું આ બિલનો વ્‍યકિતગત રૂપે હાર્દિક સ્‍વીકાર કરૂં છું.

હું ગુજરાત સરકારને વિનંતી કરૂં છું કે, જનરલમાં આવતા વિવિધ સમાજનો ઓબીસી માપદંડના આધારે સર્વે કરવામાં આવે, જેથી કરીને જનરલ સમાજની સામાજિક અને આર્થિક સ્‍થિતિ સમજી શકાય અને જે તે સમાજ જો ઓબીસી માપદંડમાં આવે તો તે સમાજને ઓબીસીમાં સમાવેશ કરવાનું ઐતિહાસિક કામ થઇ શકે તેમ અંતમાં હાર્દિક પટેલે જણાવ્‍યું હતું.

(11:41 am IST)