Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

જરૂરિયાતમંદો સરકારી યોજનાઓનો લાભ લઇ આત્‍મનિર્ભર બને : મંગુભાઇ પટેલ

મધ્‍યપ્રદેશમાં સરકારી અન્‍ન યોજનાનો પ્રારંભ કરાવતા રાજ્‍યપાલ

 

રાજકોટ,તા. ૧૦ : મધ્‍યપ્રદેશના રાયસેન જિલ્લાના તહસીલ વિસ્‍તારમાં ગોડીગાંમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ અન્‍ન યોજના અંતર્ગત વિતરણ શુભારંભ પ્રસંગે રાજ્‍યપાલશ્રી મંગુભાઇ પટેલએ જરૂરિયાતમંદોને સરકારી યોજનાઓનો લાભ લઇને આત્‍મનિર્ભર બનવા અનુરોધ કર્યો હતો.

 રાજ્‍યપાલશ્રી મંગુભાઇએ જણાવેલ કે રાજ્‍ય સરકાર તમામ સરકારી યોજનાઓનો પુરી ગંભીરતાથી અમલ કરાવે જેનાથી કેન્‍દ્ર સરકારની પણ શાબાશી મળશે. મધ્‍યપ્રદેશમાં શિક્ષણ, આરોગ્‍ય રોજગાર અને ગરીબ કલ્‍યાણનું સારૂ કાર્ય થઇ રહ્યું છે. આ અન્‍ન ઉત્‍સવ ગ્રામીણ લોકોના ઉત્‍સવ છે. પાત્રતા ધરાવનાર કોઇ વ્‍યકિત આ લાભથી વંચિત ન રહી જાય અને પાત્રતા વગરના લોકો તેનો લાભ ન લઇ જાય તેની સરકારે કાળજી રાખી જોઇએ.

રાજ્‍યપાલે ગ્રામીણ ક્ષેત્રના કેટલાક લોકો સાથે મુલાકાત કરેલ અને કાર્યક્રમ સ્‍થળે વૃક્ષારોપણ કરી વૃક્ષોનું જતન કરવા લોકોને અનુરોધ કરેલ. તેમણે પછાત વર્ગના એક પરિવારના ઘરે ભોજન કર્યું હતું.

(11:40 am IST)