Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

નિરાકરણની ખાતરી છતાં વચ્ચે આંદોલન ચાલુ રાખવાનો શિક્ષક મહાસંઘનો નિર્ણય

જ્યાં સુધી પ્રશ્નો ઉકેલાય નહીં ત્યા સુધી આંદોલન ચાલુ રાખવાની મહાસંઘની જાહેરાત

અમદાવાદ :રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોના પડતર પ્રશ્નોની ચર્ચા માટે  ગાંધીનગર ખાતે મહાસંઘના હોદ્દેદારો અને શિક્ષણ વિભાગના અધિકારીઓ વચ્ચે  બેઠક યોજાઇ હતી. જેમાં શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા પ્રશ્નોનો ૨૦ ઓગસ્ટ સુધીમાં નિરાકરણ લાવવાની બાંહેધરી અપાઈ હતી જોકે મહાસઘં દ્રારા જ્યાં સુધી પ્રશ્નો ઉકેલાય નહીં ત્યા સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

  શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે રાષ્ટ્ર્રીય શૈક્ષિક સઘં દ્રારા કરાયેલા સોશિયલ મિડીયાના અભિયાનના પગલે કમાન્ડ એન્ડ કન્ટ્રોલ ખાતે વિવિધ અધિકારીઓ અને મહાસંઘના હોદ્દેદારો વચ્ચે સોમવારે એક મિટીંગ યોજાઇ હતી. જેમાં શિક્ષણ વિભાગને લગતા તમામ પ્રશ્નો ૨૦ ઓગસ્ટ સુધીમાં ઉકેલવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી. શિક્ષણ વિભાગના પ્રશ્નોમાં ફાજલના કાયમી રક્ષણનો સુધારા ઠરાવ, જૂના શિક્ષકની સત્વરે ભરતીનો પ્રશ્ન ઉકેલવાની ખાતરી આપવામાં આવી હતી.

નાણા વિભાગને લગતા પ્રશ્નો જેવા કે, પાંચ વર્ષની સળગં નોકરી, સાતમા પગારપંચના રોકડમાં ચુકવવા, બે વર્ગની શાળામાં ચાર શિક્ષકો, વર્ધિત પેન્શન યોજના અન્વયે નિવૃત્ત થતાં કર્મચારીને ૩૦૦ રજાનું રોકડ પાંતર, એન્ટ્રી લેવલ પે સ્કેલ તથા અન્ય પ્રશ્નો માટે નાણા વિભાગ સાથે સંકલન કરી ઝડપથી ઉકેલવા માટે શિક્ષણ વિભાગ સક્રિય થશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી.

(10:48 am IST)