Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

કચ્છનું માધાપર:દક્ષિણ એશિયાનું સૌથી અમીર ગામ 7600 મકાનો,17 બેંક અને 5000 કરોડની ડિપોઝીટ

ગામના લોકો લંડન, કેનેડા, અમેરિકા, કેન્યા, યુગાન્ડા, મોજાંબીક, દક્ષિણ આફ્રિકા અને કેન્યામાં રહે છે.: દરેક ઘરમાંથી બે વ્યક્તિ વિદેશમાં :ગામમાં પ્લે સ્કૂલથી લઈ ઈન્ટર કોલેજ સુધી હિન્દી અને ઈંગ્લીશ મીડીયમનું શિક્ષણ :ગામમાં શોપિંગ મોલ છે. જ્યાં વિશ્વભરની બ્રાન્ડની પ્રોડક્ટ મળે

અમદાવાદ :દેશમાં સૌથી ધનવાન રાજ્યમાં કદાચ ગુજરાતનો સમાવેશ ન થતો હોય, પણ દેશના સૌથી ધનવાન ગામમાં ગુજરાતના ગામડાનો સમાવેશ થાય છે. આ ગામનો વૈભવ શહેરથી ઓછો નથી. કચ્છના માધાપર દક્ષિણ એશિયાના સૌથી અમીર ગામડા માં થાય છે.

માધાપર ગામના મોટાભાગના લોકો વિદેશમાં વસવાટ કરે છે. ત્યાંથી અઢળક રૂપિયા આ ગામની બેન્કોમાં મોકલે છે. આ ગામની સમૃદ્ધિ દેખાઈ આવે છે. આ ગામની ખેતીથી પણ સારી ઉપજ મળે છે. આ ગામના અડધા લોકો બ્રિટન રહે છે. ભારતના કોઈ ગામડા માટે વિદેશમાં ક્લબ બન્યો હોય તેવું ભાગ્યેજ સાંભળ્યું હશે.

લંડન ખાતે 1968માં માધાપર વિલેજ એસોસિએશન નામની સંસ્થાની રચના કરવામાં આવી હતી. બ્રિટનમાં રહેતા માધાપર ગામના તમામ લોકો સામાજિક કાર્યક્રમના બહાને એકબીજાને મળતા રહે તેવા હેતુથી ઓફિસ ખોલવામાં આવી હતી. આ ઉપરાંત ગામના લોકો સીધા લંડન સાથે જોડાયેલા રહે તે માટે ગામમાં એક ઓફિસ ખોલવામાં આવી હતી. માધાપરમાં 7600 મકાનો છે. આ મકાનો દેખાવમાં વૈભવી લાગે છે. દુનિયાભરના લોકો આ સમૃદ્ધ ગામ જોવા આવે છે.

આ ગામમાં 17 બેંકોની બ્રાન્ચ છે. જેમાં 5000 કરોડ જમા છે. જ્યારે પોસ્ટ ઓફિસમાં 200 કરોડ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ છે. આ ગામના લોકો લંડન, કેનેડા, અમેરિકા, કેન્યા, યુગાન્ડા, મોજાંબીક, દક્ષિણ આફ્રિકા અને કેન્યામાં રહે છે.

આ ગામના દરેક ઘરમાંથી બે લોકો વિદેશમાં વસવાટ કરે છે. સૌથી ખાસ વાત એ છે કે, આ ગામના લોકો ગામ બહાર ભલે હોય પણ ગામ સાથે હંમેશા સંપર્કમાં રહે છે. લોકો પૈસા ભેગા કરી ગામડે મોકલે છે.

આ ગામમાં પ્લે સ્કૂલથી લઈ ઈન્ટર કોલેજ સુધી હિન્દી અને ઈંગ્લીશ મીડીયમનું શિક્ષણ મળે છે. ઉપરાંત ગામમાં શોપિંગ મોલ છે. જ્યાં વિશ્વભરની બ્રાન્ડની પ્રોડક્ટ મળે છે. ગામમાં બાળકો માટે તળાવથી લઈ સ્વિમિંગ પુલ પણ છે.ગામના લોકો આજે પણ ખેતી સાથે જોડાયેલા

આ ગામના લોકો આજે પણ ખેતી કરે છે. કોઈએ પોતાનું ખેતર વેચ્યું નથી. ગામમાં અત્યાધુનિક ગૌશાળા તેમજ અત્યાધુનિક સુવિધાઓ સાથે આરોગ્ય કેન્દ્ર છે.

(11:42 pm IST)