Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

મોહભંગ : રાજ્યના મહાનગરોમાં ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ

2021માં સરકારી શાળામાં બાળકોના પ્રવેશની સંખ્યા 65000 એ પહોંચી

અમદાવાદઃ કોરોનાના કાળ પહેલા બાળકોને ભણાવવા માટે ખાનગી શાળાઓમાં પ્રવેશ માટેનો ક્રેઝ સૌથી વધુ હતો. પણ હવે ગુજરાતમાં એક નવો પ્રવાહ શ થઇ રહ્યો છે. ખાનગી શાળાઓમાં મોંઘીદાટ ફી વચ્ચે અભ્યાસ કરતાં બાળકોના વાલીઓ કોરોના સંક્રમણ અને આર્થિક સંકળામણ વચ્ચે સરકારી શાળાઓમાં એડમિશન અપાવી રહ્યા છે. હવે તો સરકારી શાળાઓ ખાનગી શાળાઓ જેવી સુવિધાયુકત બની હોવાથી ઓછા ખર્ચે અભ્યાસ કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં શિક્ષણની હાટડીઓ શરૂ થઇ ચૂકી હતી અને બાલમંદિર થી ધોરણ-10 સુધીના વર્ગેામાં પરિવારોને તેમના સંતાન માટે લાખો પિયાની ફી ભરવી પડી રહી છે. જૂનિયર કેજીમાં 25000 અને સિનિયર કેજીમાં 50,000 જેટલી ઉંચી ફી વસૂલ કરતી શિક્ષણ સંસ્થાઓથી લોકો કંટાળી ગયા છે. મોંઘવારી અને શિક્ષણના ખર્ચને પહોંચી વળી શકતા શ્રીમતં પરિવારો માટે ખાનગી શાળાઓ ચલાવી પડશે તેવું હવે લાગી રહ્યું છે, કારણ કે મધ્યમવર્ગના પરિવારો તેમના સંતાનો માટે ખાનગી શાળાઓ છોડી સરકારી શાળાઓમાં વધુને વધુ પ્રમાણમાં પ્રવેશ મેળવી રહ્યાં છે.

અમદાવાદમાં એકસાથે 4500 બાળકોએ ખાનગી શાળાઓ છોડીને આ વર્ષે સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. આ સંખ્યા 2019માં માત્ર 3000 હતી. બીજી તરફ રાજ્યના શિક્ષણ વિભાગે જણાવ્યું છે કે આ વર્ષે રાજ્યભરની સરકારી સ્કૂલોમાં 6500થી વધુ એવા બાળકોએ પ્રવેશ લીધો છે કે જેમણે પહેલાં ખાનગી શાળાઓમાં અભ્યાસ કર્યેા છે. અમદાવાદની જેમ ગાંધીનગરમાં પણ સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. ગાંધીનગરની સરકારી શાળાઓમાં એડમિશન ફુલ થવા આવ્યા છે. આ પ્રવેશમાં 70 ટકા બાળકોએ ખાનગી શાળાઓ છોડી સરકારી શાળાઓ પસંદ કરી છે. રાજ્યની સરકારી સ્કૂલોમાં 2019માં50000 બાળકોએ પ્રવેશ લીધો હતો. જો કે 2020માં કોરોનાના કારણે સ્કૂલો બધં હતી પરંતુ 2021માં આ વખતે બાળકોના પ્રવેશની સંખ્યા 65000 જેટલી પહોંચી છે.

(9:38 pm IST)