Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

ગાયત્રી જયંતી નિમિત્તે રાજપીપળા દરબાર રોડ સ્થિત ગાયત્રી મંદિરે પૂજન,હવન અને અભિષેકનું આયોજન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આજે ગાયત્રી જયંતિ હોવાથી રાજપીપળા દરબાર રોડ પર પારેખ ખડકી માં આવેલા ગાયત્રી મંદિર ખાતે દર વર્ષની માફક પૂંજા કરવામાં આવી હતી જેમાં સ્થાનિક ભક્તો મોટી સંખ્યામાં ભાગ લઈ આ અવસરને નિહાળ્યો હતો
રાજપીપળાનાં દરબાર રોડ પર આવેલા ગાયત્રી મંદિર ખાતે આજે ગાયત્રી જયંતિ નિમિત્તે મંદિરના પુજારી પ્રજ્ઞેશ ઉપાધ્યાય સહિત અન્ય સાથી મહારાજો સહિત ભાવિક ભક્તો એ ભેગા મળી ગાયત્રી જયંતિ અને નિર્જળા એકાદશીના કારણે મંદિરમાં પૂંજન,હવન અને માતાજી નો આભિષેક કર્યો હતો

(10:26 pm IST)