Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

નર્મદા જિલ્લા કલેકટરનું વધુ એક સરહાનીય કાર્ય :ભૂગર્ભ ગટરની સફાઈ મશીનરી માટે ૫૦ લાખ મંજૂર કરાવ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીળા : નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ માટે તેમજ રાજપીપલા નગરપાલિકા માટે સીએસઆર ફંડમાંથી ૨ કરોડની રકમની દરખાસ્ત મંજુર કરાવવામાં કલેકટરને સફ્ળતા મળી છે .
જેમાં રાજપીપલા નગરમાં હાલ ભૂગર્ભ ગટર યોજનાનું કામ ચાલી રહ્યું છે ત્યારે દીર્ઘદ્રષ્ટિ રાખી કલેકટર ડી એ શાહે ભૂગર્ભ ગટર લાઈનની સફાઇ માટે ઓપરેટર્સ સાથેના રોબોટિક્સ મશીન માટે સીએસઆર ફંડમાં ૫૦ લાખની રકમની દરખાસ્ત કરતા ઓથોરિટીએ તે રકમ મંજુર કરી છે ઉપરાંત કોરોના મહામારીમાં જેની તાતી જરુરીયાત જણાઈ હતી તે આઈ સી યુ ઓન વ્હીલ માટે પણ દરખાસ્ત કરતા પાંચ આઇ સીયુ એમ્બ્યુલન્સ માટે રૂ દોઢ કરોડની રકમ પણ મંજુર થતા હવે આરોગ્ય વિભાગ સુવિધા સજ્જ બનશે આમ એક બાદ એક શહેર અને જિલ્લાના વિકાસ માં કાર્ય કરતા કલેકટર ડી.એ.શાહનું વધુ એક સરાહનીય કાર્ય નજરે પડ્યું છે.

(10:23 pm IST)