Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

તિલકવાડા તાલુકાના બુજેઠા ગામની સીમનાં ખેતરમાં દવા પીનાર યુવાન નું સારવાર દરમિયાન મોત નિપજ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાનાં બુંજેઠા ગામની સીમમાં દવા પી લેનાર યુવાનનું સારવાર દરમિયાન મોત થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી
 મળતી વિગતો અનુસાર અજયભાઈ ચીમનભાઈ તડવી( ઉ.વ.૨૧) (રહે.ભાવપુરા બુજેઠા તા.તિલકવાડા જી.નર્મદા) નાઓ એ પોતાના ખેતરમા દવા પી જતા પ્રથમ સારવાર CHC  તિલકવાડામા કરાવી ત્યાંથી વધુ સારવાર માટે  SSG હોસ્પીટલ વડોદરા ખાતે લઇ જતા ત્યાં સારવાર દરમીયાન તેનું મોત નિપજતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(11:14 pm IST)