Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

સ્પોર્ટ ઓથોરિટી ગુજરાત દ્વારા રાજપીપળા ખાતે લોન ટેનીસ કોચની નિમણુક થતાં ખેલાડીઓમાં આનંદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ખાતે નગરપાલીકા વિસ્તારમાં લોન ટેનીસ રમતના ખેલાડીઓ માટે ટેનીસ ક્લબ કોર્ટ છે જે ખુબ જ ખરાબ હાલતમાં હતી. ટેનીસ રમતના ખેલડીઓની માંગણીને ધ્યાને લઈ માર્ગ અને મકાન વિભાગ, શિક્ષણ વિભાગ, ફોરેસ્ટ વિભાગના પ્રયત્નોથી તેની મરામત કરાવી, પેઈન્ટીંગ કરાવી, કાર્યરત કરેલ છે. જેનો સ્કુલ, કોલેજના બાળકો, મહીલાઓ, નગરજનો હાલમાં લાભ લઈ રહેલ છે.
લોન ટેનીસ રમતના ખેલાડીઓની માંગણીને ધ્યાને લઈ લોન ટેનીસ રમતના કોચની ફાળવણી કરવા માટે દરખાસ્ત કરતાં, સ્પોર્ટ્સ ઑથોરીટી ઑફ ગુજરાત દ્વારા  નર્મદા જિલ્લાને લોન ટેનીસ કોચ ફાળવવામાં આવેલ છે.
સિનિયર કોચ વિષ્ણુ વસાવા દ્વારા જાણવા મળ્યા મુજબ હાલમાં જિલ્લા ટેનિસ કોચ તરીકે વંદનાબેન ચાવડા ને મુકાયા છે પરંતુ હાલ તેઓ સમર કેમ્પમાં ફરજ પર હોવાથી આ ફરજ પૂર્ણ કર્યા બાદ આવતા મહિનાથી ટેનિસ ક્લબમાં ફરજ પર હાજર થશે તેમ જાણવા મળ્યું છે.

(10:16 pm IST)