Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

વડોદરાના યાકુતપુરામાં વાહન પાર્ક કરવા બાબતે મારામારી થતા પોલીસ ફરિયાદ

વડોદરા: યાકુતપુરા પાસે વાહન પાર્ક કરવાના મુદ્દે ઝઘડો થતા મારામારી થઇ હતી.જે અંગે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી છે.

યાકુતપુરા એમ.ઇ.એસ.બોયઝ સ્કૂલની સામે રહેતા શેરખાન ખલીલખાન પઠાણે સિટિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, લાલાભાઇ અનસારી બીગ રોયલ ડોર્સના  નામે એલ્યુમિનિયમ સેક્શન તથા ફેબ્રિકેશનનું કામ મારા ઘરની બાજુમાં કરે છે.તેઓના કારખાના ઘોંઘાટ તથા ધુમાડાથી અમારા બાળકોેને ભણવામાં તકલીફ થાય છે.તેમજ ભયજનક ધુમાડો રોગચાળો ફેલાવે તેમ હોય.મારા નાના ભાઇ મોહસીનખાને લાલાભાઇ સામે પોલીસ કમિશનર કચેરીમાં ફરિયાદ કરી હતી.તેની અદાવત રાખીને ગત તા.૩ જી જૂને બપોરે ત્રણ વાગ્યે મારો નાનો ભાઇ મારા ઘરની બહાર  પાર્ક કરેલી કારને જોતો હતો.તે સમયે લાલાભાઇનો  છોકરો અજીજ અને સોનુએ મારા ભાઇને  અરજી કરેલી તે  બાબતે બોલાચાલી ઝઘડો કરી ગાળો બોલવા લાગ્યો હતો.હું તથા મારો છોકરો શાહબાજ, ભાણેજ તાહિર ઘરની બહાર નીકળતા અજીજ તથા સોનુ ઝઘડો કરતા હતા.તેવામાં લાલાભાઇ તથા તેમનો ભત્રીજો મુસ્તકીમ પણ આવ્યો હતો.અને તમામ અમારી સાથે ઝઘડો કરવા લાગ્યા હતા.અમને ગાળો બોલી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.જ્યારે સામા પક્ષે  મુસ્તકીમ અનસારીએ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,વાહન પાર્ક કરવાના મુદ્દે મારા શેઠ અઝીઝભાઇ અનસારી સાથે મોહસીન, ગુડ્ડુ, તથા શાહબાજે ઝઘડો કરી લાકડી વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી.

(6:15 pm IST)