Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

વડોદરા:પત્નીએ પગરના પૈસા ઓછા આપતા ઉશ્કેરાયેલ પતિએ પત્નીને ઢોરમાર મારતા પોલીસ ફરિયાદ

વડોદરા: કોરોનાની અસર અને મોંઘવારીને કારણે સામાન્ય સ્થિતિ ધરાવતા અનેક પરિવારો દયનીય હાલતમાં મૂકાઈ ગયા છે. આવા જ એક કિસ્સામાં અભયમની ટીમે પતિ-પત્ની વચ્ચે માંડ માંડ સમાધાન કરાવ્યું હતું. વડોદરાની ખાનગી કંપનીમાં નોકરી કરતા ત્રણ સંતાનના પિતા કોરોના બાદ સતત અશક્તિ અનુભવી રહ્યા હતા. તેમનાથી કામ થતું નહીં હોવાથી નોકરી છોડવી પડી હતી. નોકરી દરમ્યાન ભેગી કરેલી મૂડીમાંથી બે દીકરીના લગ્ન કરાવતા બચત પણ રહી ન હતી. બીજી તરફ ઘરની આવક બંધ થતા મોંઘવારી વચ્ચે પતિ પત્ની પીસાઈ રહ્યા હતા. આખરે પત્નીએ ભારે હૈયે લોકોના ઘરકામ કરવાનું શરૂ કર્યું હતું. બે મકાનના કપડાં વાસણ અને દુકાનની સાફસફાઈ કરતી પત્નીએ પરિણીત દીકરીના વ્યવહાર માટે દુકાનદાર પાસે હાથ ઉછીના રૂપિયા લીધા હતા. જે બદલ મહિને એક હજારનો હપ્તો વેપારી કાપી લેતો હતો. જેથી પત્ની 4000 ને બદલે ત્રણ હજાર પગાર લાવતી હતી. બે દિવસ પહેલા મહિલાનો પગાર થયો ત્યારે દુકાનદારે 3000ને બદલે 1500 રૂપિયા આપ્યા હતા અને બાકીના પૈસા થોડા સમય પછી આપવાનું કહ્યું હતું. જેથી મહિલાએ પતિને પગારની રકમ આપતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને આટલા પગારમાં ઘર કેવી રીતે ચલાવવું કેમ કંઈ પત્નીને માર માર્યો હતો. પતિએ પૂરો પગાર થાય પછી જ ઘરમાં આવવા માટે કહેતા આખરે મહિલાએ અભયમ ની મદદ લીધી હતી.

(6:14 pm IST)