Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

સુરતમાં 1.95લાખના ચેક રિટર્નના કેસમાં અદાલતે આરોપીને એક વર્ષની સજાની સુનવણી કરી

સુરત:ચારેક વર્ષ પહેલાં હાથ ઉછીના લીધેલા 1.95 લાખના પેમેન્ટ પેટે આપેલા બે ચેક રીટર્ન થવાના કેસમાં આજે એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ ચેતનકુમાર આર.મોદીએ દોષી ઠેરવી એક વર્ષની કેદ,ફરિયાદીને લેણી રકમ વળતર પેટે ન ચુકવે તો વધુ 60 દિવસની કેદની સજાનો હુકમ કર્યો છે.

લિંબાયત મારૃતિનગરમાં રહેતા સાગર કાર્ટીંગના ફરિયાદી ધંધાર્થી સારૃકખાન અખ્તરખાન પઠાણને સુરત ટેક્ષટાઈલ માર્કેટમાં સાડીઓ પર વેલ્યુએડેડ જોબવર્કના કોન્ટ્રાક્ટર આરોપી શરીફખાન ઈશામુદ્દીન પઠાણ(રે.રામાભાઈ ચોક,લિંબાયત)પાસેથી નવેમ્બર-2018 દરમિયાન ધંધાકીય હેતુ માટે રૃ.2 લાખ હાથ ઉછીના માંગ્યા હતા.પરંતુ ફરિયાદીએ 1.95 લાખની વ્યવસ્થા ક રી આરોપીને હાથ ઉછીના નાણાં આપ્યા હતા.જેના પેમેન્ટ પેટે આરોપીએ આપેલા 97,500ના બે ચેક આપ્યા હતા. જે રીટર્ન થતા કોર્ટમાં ફરિયાદ નોંધાવાઇ હતી. અંતિમ સુનાવણી બાદ કોર્ટે આરોપીને દોષી ઠેરવી જણાવ્યું હતું કે, આરોપીએ નેગોશિયેબલ ઈન્ટ્રુમેન્ટ એક્ટની કલમ 139ના અનુમાનોના ખંડન કરતો કોઈ પુરાવો રજુ કર્યો નથી.

(6:14 pm IST)