Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

મરેંગો સિમ્સ હોસ્પિટલે સૌથી વૃધ્ધ દર્દીની સારવાર કરી ઇતિહાસ સજર્યો

(કેતન ખત્રી) અમદાવાદઃ મરેંગો સિમ્સ હોસ્પિટલે વિશ્વના સૌથી વૃદ્ધ દર્દી, મધ્ય પ્રદેશના ૧૦૭ વર્ષીય મહિલાની એન્જિયોપ્લાસ્ટી દ્વારા તેમના હૃદયની સામાન્ય કામગીરીને પુનઃસ્થાપિત કરીને સારવારમાં ઇતિહાસ રચ્યો છે. મધ્યપ્રદેશમાં હૃદયરોગનો હુમલો આવ્યા બાદ મહિલા દર્દીને મરેંગો સિમ્સ હોસ્પિટલનમાં લાવવામાં આવી હતી જયાં તેનેી એન્જીયોગ્રાફીમાં હૃદયની ધમનીઓમાં ગંભીર ૯૯% બ્લોકેજ  જોવા મળ્યુ હતું ખૂબ જ નાજુક તબિયત ધરાવતી મહિલાએ એક મોટો પડકાર રજૂ કયો

મરેંગો સિમ્સ હોસ્પિટલે જીવનના ૧૦૦ વર્ષ પૂરા કરનાર મહિલાની સફળતાર્પર્વક સારવાર કરી કીર્તિમાન સ્થાપિત કર્યો છે.  ઇન્ટરનેશનલ કાર્ડિયોલોજીસ્ટ અને મરેંગોસિમ્સ હોસ્પિટલના ચેરમેન ડો. કેયૂર પરીખના નેતૃત્વ હેઠળ અને કાર્ડિયાક એનેસ્થેસિયોલોજીસ્ટ ડો. ચિરાગ શેઠની સહાયતા હેઠળની ટીમે આ સમગ્ર પ્રોસીજર હાથ ધરી હતી. ડો. પરીખ એન્જિયોપ્લાસ્ટીમાં છૈલ્લા ૩૫ વર્ર્ષોમાં સૌથી વધુ એન્જિયોપ્લોસ્ટી અને સ્ટેન્ટ પ્રોસીજર હાથ ધરનાર પ્રેકિટશનર્સમાં સ્થાન ધરાવે છે.

મરેંગો સિમ્સ હોસ્પિટલના ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ અને ચેરમેન ડો. કેયુર પરીખે જણાવ્યુ હતુ કે, હેલ્થકેર ડિલિવરી માટે ઉમર કયારેય મર્યાદા ન હોવી  જોઇએ. ભારતમાં સરેરાશ આયુષ્ય વધી રહ્યું છે અને સ્ત્રીઓની ઉમર જાપાન અને નોર્વેની મહિલાઓની અનુક્રમે ૭૪ વર્ષ અને ૮૧ વર્ષની વય સમકક્ષ થઇ છે. હેલ્થકેરના બદલાતા ચહેરા સાથે અમારો ધ્યેય એ છે કે અમારા વૃદ્ધ દર્દીઓને યુવા દર્દીઓની સમાન હેલ્થ ડિલિવરીનું સ્થાન મળે

(3:05 pm IST)