Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

લોકોને છેતરવા સોશ્‍યલ એન્‍જીનીયરીંગનો થતો ભરપૂર ઉપયોગ : મનીષ અગ્રવાલ

HDPC બેંક દ્વારા જાગૃતિ અભિયાન અને વર્કશોપના આયોજનો

અમદાવાદ : છેતરપીંડી કરનારાઓ વધુને વધુ સોશિયલ એન્‍જિનીયરીંગના દાવપેચો અપનાવી રહ્યાં છે, જેના મારફતે તેઓ ગ્રાહકોના દિમાગ સાથે ચાલબાજી કરે છે અને તેમના બેંક ખાતામાં તફડંચી કરી જાય છે. યુનિફાઇડ પેમેન્‍ટસ ઇન્‍ટરફેસ (યુપીઆઇ) જેવા પ્‍લેટફોર્મ મજબૂત સુરક્ષા માળખુ ધરાવે છે, જેના કારણે આવા તફડંચી બાજો માટે  સિસટમ સાથે ચેડા કરવાનું મુશ્‍કેલ બની જાય છે. આથી તેઓ આકર્ષક ઓફરો, ઇનામો, કેશ બેંક અને આવશ્‍યક સેવાઓના નામે ઓટીપી, પિન વિગેરે જેવી ગુપ્ત બેંકીંગ વિગતો ગ્રાહકો પાસેથી પડાવી લેવા તેમને લલચાવાનો પ્રયત્‍ન કરતા હોવાનું એચ.ડી. એફ.સી. બેંકના ક્રેડીટ ઇન્‍ટેલીજેન્‍સ એન્‍ડ કન્‍ટ્રોલના હેડ મનિષ અગ્રવાલે જણાવ્‍યું છે.

તેઓ કહે છે કે એચ.ડી.એફ.સી. બેંક ઇચ્‍છે છે કે, ગ્રાહકો બેકિંગની સલામત ટેવો અંગે જાગૃત થાય, જે તેમને સાઇબર ફ્રોડ અટેકસને નિવારવામાં મદદરૂપ થશે.

એવું નિરીક્ષણ કરવામં આવ્‍યું છે કે, છેતરપીંડી કરનારાઓ ઘણીવાર પોતાને અસીલી ખરીદદારો ગણાવે છે અને ચુકવણી કરવાને બદલે તેઓ યુપીઆઇ કયુઆર કોડની લિંક શેર કરી નાણા ટ્રાન્‍સફર કરવાની વિનંતી કરે છે. વિક્રેતાઓ એકવાર આ લિંક પર લિક કરે, કયુઆર કોડ સ્‍કેન કરે અને તેમના યુપીઆઇ પિનને દાખલ કરે, તેની સાથે જ, તેમના બેંક ખાતામાંથી નાણા ઉપડી જાય છે. અને આવા છેતરપીંડી કરનારાઓના ખાતામાં જમા થઇ જાય છે.

ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા છેતરપીંડી કરનારા લોકો જાણીતા સર્ચ એન્‍જિનો પર નકલી કસ્‍ટમર કેર/ હેલ્‍પલાઇન નંબરો પોસ્‍ટક રે છે. જયારે ગ્રાહકો અજાણતા જ આવા કોઇ નંબર પર હોલ કરે છે ત્‍યારે છેતરપીંડી કરનારા લોકો ગ્રાહકોની બેંકના પ્રતિનિધિઓ/યુટિલિટી સર્વિસ પ્રોવાઇડરો/ મર્ચટ/ સંભવિત નિયોકતા હોવાનો ડોળ કરી તેમની સમસ્‍યાને ઉકેલવા સ્‍ક્રીન શેર કરનારી એપ્‍લિકેશનનો ઇન્‍સ્‍ટોલ કરવા અને / અવા ફી કે એડવાન્‍સ ચુકવણી કરવા માટે ગ્રાહકોને મનાવી લે છે.

યુપીઆઇ તેની સરતા, રીયલ-ટાઇમમાં સેટલમેન્‍ટની વિશેષતા તથા ટ્રાન્‍ઝેશનો સલામત અને સુરક્ષિત માહોલમાં થાય તેની ખાતરી કરનારા તેના સુદ્રઢ ડીઝાઇન આર્કિટેકચરને કારણે ખુબ જ લોકપ્રિય બની ગયું છે. યુપીઆઇના સુરક્ષા માળખાને ભેદવું એ છેતરપીંડી કરનારાઓ માટે ખુબ જ મુશ્‍કેલી ભર્યુ છે અને આથી જ તેઓ આવશ્‍યક સેવાઓ મેળવવામાં આપણને મદદરૂપ થવાને બહાને અથવા તો સાચી લાગતી અદ્‌્‌ભૂત ઓફરોના બહાને આપણાં દિમાગની નબળાઇઓનો લાભ ઉઠાવવાનો પ્રયત્‍ન કરે છે.

એચ.ડી.એફ.સી. બેંક  સલામત બેકિંગની પધ્‍ધતિઓ પર અનેક જાગૃતિ અભિયાનો અને વર્કશોપ્‍સનું આયોજન કરી રહી છે, જેથી કરીને ગ્રાહકો છેતરાય નહીં અને સાઇબર ફ્રોડના પ્રયત્‍નોનો ભોગ બને નહીં તેની ખાતરી થઇ શકે.

ગ્રાહકોએ શું કરવું જોઇએ અને શું  ન કરવું જોઇએ તેની એક યાદી ઉપર નજર કરીએ તો ટાળવામાં મદદરૂપ થશે.

ફરીયાદોના નિવારણ માટે થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરવા માટે જણાવતા છેતરપીંડી ભર્યા કોલ પ્રતયે સચેત રહો.

કસ્‍ટમર કેર / હેલ્‍પલાઇન નંબરો મેળવવા માટે એચડીએફ.સી. બેંક અથવા તો કંપનીની ફકત સતાવાર વેરસાઇટની જ મુલાકાત લો. 

અજાણી વ્‍યકિત/ સંસ્‍થા દ્વારા એસ.એમ.એસ./ વોટસએપ મારફતે મોકલવામાં આવેલી ચકાસાયેલી ન હોય તેવી લિંકોને પ્રતિક્રિયા આપશો નહી અથવા તો તેની પર કિલ્‍ક કરશો નહીં.

કોઇની પણ સાથે તમારી સંવેદનશીલ બેકિંગ વિગતો શેર કરશો નહીં, જેમકે યુપીઆઇ પિન, ડેબિટ/ ક્રેડિટ કાર્ડનો નંબર, સીવીવી, સમયમર્યાદા પુરી થવાની તારીખ, ઓટીપી એટીએમ પિન વગેરે.  કૃપા કરીને ધ્‍યાનમાં રાખો કે યુપીઆઇ મારફતે ચુકવણી મેળવવા માટે તમારી યુપીઆઇ પિન દાખલ કરવાની કે કયુઆ કોડ સ્‍કેન કરવાની જરૂરત નથી. મોબાઇલ એ તમારી ઓળખ છે અને તે જો અચાનક કામ કરવાનું બંધ કરી દે તો, તાત્‍કાલિક તમારા બેંક ખાતા માટે નો ડેબિટની વિનંતી કરી દો અને તમારા ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડરનો સંપર્ક કરો.

જો કોઇ બિનઅધિકૃત ટ્રાન્‍ઝેકશન થાય તો તાત્‍કાલિક તમારી બેંકને જાણ કરો અને ૧૯૩૦ પર કોલ કરી નેશનલ સાઇબર ક્રાઇમ હેલ્‍પલાઇન નંબર પર આ ઘટનાની જાણ કરો.

(2:58 pm IST)